કોંગ્રેસી નેતાએ મહાત્મા ગાંધી નહેરૂ અને ઇંદિરા ગાંધીને પણ શ્રદ્ધાંજલિ આપી ,રાહુલ ગાંધીએ ‘સદૈવ અટલ’ પહોંચીને વાજપેયીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-27 16:14:49
  • Views : 392
  • Modified Date : 2022-12-27 16:14:49

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સવારે ભૂતપૂર્વ વડાપ્રધાન સદૈવ અટલ પહોંચી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. તે સાથે તેમણે રાજઘાટ પહોચીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ આપી હતી, ત્યારબાદ તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમાધી સ્થળે પહોંચીને આ તમામ રાજનેતાઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જો કે ભાજપે રાહુલ ગાંધીની આ હરકતની ટીકા કરી હતી  કહ્યું હતું કે તે વાજપેયી પ્રત્યે સન્માન હોવાનો ફક્ત ઢોંગ કરે છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ દિલ્હીમાં રોકાઇ ગઇ છે. આજે દિલ્હીમાં હાડ ચીરી નાંખે એવી ઠંડી હતી તેમ છતાં રાહુલ ગાંધી સવારના પહોરમાં જ તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોને શ્રદ્ધાંજલિ આપવા તેઓના સમાધી સ્થળે નીકળી પડ્યા હતા. પોતાના નાના નહેરૂ. દાદી ઇંદિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત તે રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને અને સદૈવ અટલ પહોંચી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનું ચૂક્યા નહોતા.

જો કે ભાજપને રાહુલ ગાંધીનું આ કૃત્ય ગમ્યુ નહોતું. ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ ટેમના ટ્વિટર હેન્ડલ ઉપર રાહુલ ગાંધીની આકરી આલોચના કરતાં લખ્યું હતું કે જો રાહુલ ગાંધી ખરેખર વાજપેયી પ્રત્યે સન્માન દર્શાવવા માંગતા હોય તો કોંગ્રેસે ગૌરવ પાંધીએ કરેલી ટીકા બદલ માફી માંગવી જોઇએ અ તેમને પક્ષમાંથી તગેડી મૂકવા જોઇએ. આ ફક્ત બેધારી નીતિ છે, રાહુલ ગાંધી સન્માન દર્શાવવાનો ફક્ત ઢોંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News