કોંગ્રેસનું સુરતમાં વિરોધ પ્રદર્શન યોજાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-22 16:16:42
  • Views : 73
  • Modified Date : 2023-12-22 16:16:42

કોંગ્રેસનું સુરતમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની ભાજપ સરકારે લોકશાહી પર હુમલો કર્યો છે અને આશ્ચર્યજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 22મી ડિસેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પક્ષના સાંસદોને સસ્પેન્ડ કરતા વિરોધ કરાયો હતો. રિંગરોડ માન દરવાજા નજીક કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમને પોલીસે પરવાનગી આપી ન હતી. પરવાનગી વગર વિરોધ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરો ની કરી અટકાયત કરાઈ હતી.

Download Our B K News Today App



Related News