કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને આપી ટિકિટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-10 12:50:18
  • Views : 206
  • Modified Date : 2024-04-10 12:50:18

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાનુ નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરા અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. સુરેન્દ્રનગર એ ગુજરાતની નવમા નંબરની લોકસભા બેઠક છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. સુરેન્દ્નનગર લોકસભા મતવિસ્તારમાં 40 ટકા જેટલા કોળી મતદારો ઉપરાંત ક્ષત્રિય, માલધારી-ભરવાડ, પાટીદાર, દલિત, મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10-10 ટકા જેટલી છે. બાકી રહેલા મતદારોમાં બ્રાહ્મણ-વાણિયા સહિતના સવર્ણો અને સથવારા સમાજના મતદારો મુખ્ય છે.

ઋત્વિક મકવાણા શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને તેમના પરિવારમાંથી કરમશીભાઈ મકવાણા કોંગ્રેસમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સવશીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ વર્ષોથી શિક્ષણ રાજકારણ સાથે સંકળાયેલા છે. ઋત્વિકભાઈ મકવાણા હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવાદળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તળપદા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે. ઋત્વિકભાઈ મકવાણા પ્રથમ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર ઋત્વિક મકવાણા જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સાલસ સ્વભાવના વ્યક્તિ છે. ભાગ્યે જ જોવા મળે તેવી એકદમ સ્વચ્છ નેતાની છાપ તેઓ ધરાવે છે. તેમણે જેતે સમયે કોઈ દિવસ એક રૂપિયાનોય પગાર લીધો નથી. સરકારી સંસાધનોનો ઉપયોગ કરતા નથી. તેમની પાસે રહેલી જમીનમાંથી પાંચ વિઘા જમીન ઓછી કરી છે. મીડિયા ફ્રેન્ડલી નથી આથી બહુ હાઈલાઈટ થતા નથી, પરંતુ આ વિસ્તારમાં તેમની મજબુત પકડ છે. ભાજપ ઉમેદવાર ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે. જેની સામે કોંગ્રેસે તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. આથી અહીં ચુવાળિયા V/S તળપદાની ટક્કર જોવા મળશે.

Download Our B K News Today App



Related News