બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક પણ સભા ન કરતાં લોકોમાં તર્ક - વિતર્ક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 07:36:18
  • Views : 470
  • Modified Date : 2019-04-22 07:36:18

બનાસકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવવા માટે આગેવાનો અને ગુજરાતભરના નેતાઓ દ્વારા સભા કરવામાં આવી હતી. પરંતુ ભાજપ માટે દરેક  તાલુકામાં બબે સભાઓ થઈ પરંતુ પરથીભટોળ માટે બનાસકાંઠા મતવિસ્તારના  ધારાસભ્ય ગેનીબેને બનાસકાંઠા જિલ્લામાં એકપણ સભા ન કરતાં લોકોમાં તર્ક-વિતર્કની ભીતી જાવા મળી હતી તેમજ ઠાકોર સમાજના વધુ મતો હોવાથી ગેનીબેને સભા કરવી જાઈએ પરંતુ સભા ન કરતાં પરથી ભટોળને ઠાકોર સમાજના વોટોનો ફટકો પડી શકે તેમ છે તેમજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે શું ? ગેનીબેન ભાજપના ઉમેદવારથી ડરી ગયા હતા કે પછી પરથીભટોળ ઉમેદવાર તરીકે પસંદ ન હતા આથી ગેનીબેન નારાજ તો ઠાકોર સમાજ નારાજ આથી કોંગ્રેસના ઉમેદવાર પરથીભટોળને મોટું નુકશાન પડી શકે તેમ છે. તેમજ પ્રચાર-પ્રસાર ના પૈડા થમી ગયા હતા અને બંને પાર્ટીએ પ્રચાર પ્રસાર બંધ કરી દીધો હતો.


Download Our B K News Today App



Related News