કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-09 16:18:24
  • Views : 48
  • Modified Date : 2025-04-09 16:18:24

 ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ભાગ લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. આજે (બુધવારે) રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ છે. આજના અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનો નિર્ણય થઈ શકે છે.

અધિવેશન પહેલાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે 64 વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશનનું આયોજન થઇ રહ્યું છે, ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ ગુજરાત પધારશે. આ અધિવેશનના માધ્યમથી અનેક ઠરાવો થવાના છે અને ઠરાવોના માધ્યમથી કોંગ્રેસના લોકો છેવાડાના માણસ સુધી જશે. કોંગ્રેસની જે ગાંધી વિચારધારા છે તે લોકો સુધી પહોંચે અને આગામી સમયમાં લોકોની સુખાકારીમાં અગ્રેસર રહીશું. 

ગેનીબેન ઠાકોર સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો અને કહ્યું કે આગામી દિવસોમાં જે પ્રસ્તાવ મૂક્યો છે તેને આગામી દિવસોમાં આગળ વધારવામાં આવશે. ભલે હાલ કોંગ્રેસ સત્તામાં ના હોય પરંતુ અમે કામ કરીશું અને 2027માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે. ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપ પ્રાઇવેટ લિમિટેડ કંપની બની છે. ગુજરાત મોડલની ખાલી વાતો જ થાય છે, ગુજરાતમાં હજુ પણ કુપોષિત બાળકો જન્મે છે. મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે, પરંતુ કોઇ પગલાં લેવાતા નથી. 

Download Our B K News Today App



Related News