ડીસા તાલુકાના રામસણ ગામે કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-09 11:08:47
  • Views : 186
  • Modified Date : 2022-06-09 11:08:47

 

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિધાનસભાની યોજાનારી ચૂંટણીને લઇ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ મેદાનમાં આવી ગયા છે ખાસ કરીને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરેક પક્ષ પોતાની જીત માટે દરેક તાલુકાઓમાં બેઠકનો દોર શરૂ કર્યો છે આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને દર વખતે યોજાતી વિધાનસભાની ચૂંટણીમાં લોકો કોંગ્રેસને જીત અપાવે છે પરંતુ આ વખતે ભાજપનો ગુજરાતમાં જોર હોવાના કારણે કોંગ્રેસે અત્યારથી જ પોતાની જીત માટે કોંગ્રેસમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે બેઠકો શરૂ કરી છે જે અંતર્ગત ડીસા તાલુકાના રામસણ ગામે આવેલ દેવનાથ મંદિર માં ડીસા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કારોબારી બેઠકમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ડીસા તાલુકામાં કોંગ્રેસનો વિજય થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો બીજી તરફ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાં લોકો વધુમાં વધુ જોડાય તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવે તેવું પણ આવાં કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું રામસણ ગામે યોજાયેલી કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહકારી વિરેન્દ્ર સિંહ રાઠોડ રાજ્ય સભાના પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભચાભાઈ આહીર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News