કોંગ્રેસે કલોલ ખાતે સરકારની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-08 13:19:25
  • Views : 250
  • Modified Date : 2021-08-08 13:19:25

    કલોલ ખાતે ગત રોજ શનિવારે સવારે ૧૧ કલાકે ખૂની બંગલા ચાર રસ્તા, કલોલ ખાતે વિકાસ કોનો ?”  “વિકાસ ખોજ અભિયાનઅંતર્ગત શહેર-તાલુકા-જિલ્લા કોંગ્રેસનાં સંયુક્ત ઉપક્રમે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ભાજપ સરકારના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર સાથે નવજીવન કોમ્પ્લેક્ષથી ખૂની બંગલા સુધી રેલી યોજવામાં આવી હતી અને ખૂની બંગલા ચાર રસ્તા ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નિષ્ફળતાઓની ઉજાણી, શરમ કરો રૂપાણી... સંવેદનહીન સરકારના નારા સાથે વિરોધ પ્રદર્શન તેમજ વિકાસ કોનો ?”   વિકાસ ખોજ અભિયાન અંતર્ગત  કરીએ સૌના સપના સાકાર, એજ કોંગ્રેસનો મક્કમ નિર્ધાર સાથે ભાજપ હટાવો, ગુજરાત બચાવોની નેમ સાથે દેખાવો યોજીને વિરોધ પ્રદર્શન કારવાનો કાર્યક્રમમાં કલોલ શહેર અને તાલુકાનાં આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જાેડાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ પ્રેસ અને મિડિયાના મિત્રોને ભાજપ સરકારની નિષ્ફળતાઓ અંગે જણાવ્યુ હતુ કે રાજયમાં ભાજપની સરકાર તો ૨૫ વર્ષથી શાસન કરે છે તો ૫ વર્ષની ઉજવણી કેમ કરી રહી છે ? વિકાસની રાજનીતિ કરવાને બદલે રાજ્યની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વિનાશ નીતિ અપનાવી છે જેથી આમ જનતામાં રોષ અને આક્રોશની આગ ભભૂકી રહી છે.  વિકાસના પ્રશ્ને રાજ્યની રૂપાણી સરકાર નિષ્ફળ નિવડી છે તેમ છતાં રૂપાણીજી સરકારી ખર્ચે ઉજવણી કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા કાળમાં ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે, ગુજરાતના આવા અનેક પ્રાણ પ્રશ્નો અંગે સરકાર ગંભીરતાથી કોઈ જ કાર્યવાહી કરતી નથી અને તેની ઘોર નિષ્ફળતા સાબિત થઈ છે. જેથી પ્રજાજનોની વેદનાને વાચા આપવા માટે કલોલ ખાતે ગતરોજ હલ્લા બોલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News