ભાજપના આંતરિક વિખવાદનો લાભ કોંગ્રેસને મળ્યો : આજે યોજાયેલ ચૂંટણીમાં 16 સભ્યોના સમર્થનથી કોંગ્રેસે ફરીથી ધાનેરા નગરપાલિકામાં સત્તા મેળવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-21 11:52:48
  • Views : 302
  • Modified Date : 2021-10-21 11:52:48

 

ધાનેરા નગરપાલિકાના મહિલા પ્રમુખ તરીકે કમળાબેન નાઈની આજે વરણી થઇ છે અને આગામી ૧૬ માસ માટે કોંગ્રેસ પક્ષના કમળાબેન નાઈ પ્રમુખ તરીકેની ભૂમિકા નિભાવશે. ધાનેરા નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 16 બેઠકો હોવાથી બહુમતી સાથે કોંગ્રેસ ફરી સત્તામાં આવી છે અને ભાજપના 12 નગરસેવકો હોવાથી ઓછું સંખ્યાબળ અને આંતરિક વિખવાદ ના કારણે ભાજપના સભ્યો ગેરહાજર રહ્યા હતા. ભાજપમાં આંતરિક વિખવાદના કારણે બળવાખોર કિરણબેન સોની સેકન્ડટર્મમાં પ્રમુખ બન્યા હતા ત્યારબાદ ફરી ભાજપના બળવાખોર કિરણબેન સોનીએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં ભળ્યા હતા. ત્યારે કિરણબેન સોની ના રાજીનામાં બાદ આજે ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના સભ્યો હાજર રહ્યા અને ભાજપના એક પણ સભ્ય હાજર ન રહેતા પાલિકામાં કમળાબેન નાઈ ની બિનહરીફ વરણી થઈ હતી...

તો બીજી તરફ 16 મહિનાના પ્રમુખ માટે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે જોકે વિકાસના કામોમાં  ગેરરિતી મામલે ભાજપ-કોંગ્રેસના નગરસેવકોને વારંવાર મ્યુન્સિપાલટી કમિશનરનું તેડું મોકલવામાં આવે છે ત્યારે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો મેળવી ફરી કોંગ્રેસ સત્તામાં આવી ગઈ છે. પરંતુ મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન કમિશનર દ્વારા હજુ આ તમામ નગરસેવકો ઉપર લટકતી તલવાર છે. ધાનેરા નગરપાલિકામાં સેકન્ડ ટર્મમાં ત્રણ પ્રમુખ બદલાયાં બાદ ફરી એકવાર મહિલા પ્રમુખ તરીકે કમળાબેન નાઈની વરણી થઇ છે

હાઈકોર્ટના ચુકાદા બાદ ફરી એકવાર ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બદલાયા છે અને કોંગ્રેસ સત્તા પર આવી છે ત્યારે મ્યુનિસીપાલટી કમિશનરે પણ વિકાસ કામો માં ગેરરીતિ મામલે આવતીકાલે 21 મી તારીખના રોજ તમામ નગરસેવકોને હાજર રહેવા આદેશ કર્યો છે ત્યારે હવે મ્યુનિસિપાલિટી કમિશનર ના આદેશ પર નવનિયુક્ત પ્રમુખ નું ભાવિ ટકેલું છે તેમાં કોઈ શંકા નથી.

Download Our B K News Today App



Related News