કોંગ્રેસે ચેતન રાવલને અમદાવાદના અને નૈષધ દેસાઈને સુરતના ઈન્ચાર્જ પ્રમુખ બનાવ્યા, અમિત ચાવડાએ પૂર્વ પ્રમુખોના રાજીનામાં સ્વીકાર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 15:00:41
  • Views : 261
  • Modified Date : 2021-03-21 15:01:50

    અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમો પરાજય થયો હતો. પાર્ટી 2015 મેળવેલી બેઠકો પર પણ જીત મેળવી શકી નહોતી. 2021ની ચૂંટણીમાં કોંગ્રસ માત્ર 25 બેઠક પર અટકી ગઇ હતી. ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ શશિકાંત પટેલે નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બીજી તરફ સુરતમાં પણ કોંગ્રેસની હાર બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે આ બંને નેતાઓનું રાજીનામું ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે.

      આ સાથે જ નવા પ્રમુખની નિમણૂંક ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચેતનભાઈ રાવલ અને સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવે છે. આ વાતની જાણકારી ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા અપાઈ હતી.

    નોંધનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓમાં ભાજપે કુલ 576 સીટોમાંથી 84 ટકા એટલે કે 483 બેઠકો પર વિજય નોંધાવ્યો હતો. સુરતમાં કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નહોતી. નબળા પરિણામોને પગલે કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામા આપી દીધું હતું. અમદાવાદમાં પણ પાર્ટીને માત્ર 25 સીટો મળી હતો, જે 2015માં 50 સીટો હતો. આમ પાછલી સીટો જાળવી રાખવામાં પણ કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ રહી હતી. એવામાં બંને શહેરો અમદાવાદ અને સુરતમાં પ્રમુખોએ રાજીનામાં ધરી દીધા હતા.

Download Our B K News Today App



Related News