ગાંધીનગરમાં વીજ બિલ અને અન્ય વેરા-ફી માફ કરવા કોંગ્રેસની માંગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 11:21:42
  • Views : 378
  • Modified Date : 2020-05-27 11:21:42

કોવિડ-૧૯ મહામારીને કારણે ગુજરાતમાં પરિસ્થતિ વિકટ છે. લાંબા લોકડાઉનને કારણે ધંધા – વેપાર – રોજગાર – ખેતી  ઠપ્પ છે. લોકોની આર્થિક સ્થિતિ ખુબજ નબળી થઈ ગઈ છે. સરકાર તરફ થી કોઈજ જરૂરી સહાય મળી નથી રહી, એવા સંજોગોમાં પ્રજાની લાગણી અને માંગણીને વાચા આપવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર
આજરોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, ધારાસભ્ય  સુરેશભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસ, પ્રદેશ પ્રવક્તા ડો.હિમાંશુ પટેલ,
વિપક્ષ નેતા શૈલેંદ્રસિંહ બિહોલા,  પુર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોર સહિત આગેવાનોએ જિલ્લા  કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માર્ચથી જૂન સુધીના વીજળી બિલ માફ કરવા સાથે ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરિવારોના રહેઠાણના
પાણી વેરો અને મિલકત વેરો તથા નાના વેપારીઓના ધંધા – સ્થળ વેરા માફ કરવામાં રજૂઆત કરી હતી. તેમજ  ખાનગી શાળાની પ્રથમ સત્રની ફી માફ કરો અથવા સરકાર ફી રકમની સહાય આપે તેવી ત્રણ માંગણી સાથેનુ આવેદન પત્ર આપ્યું હતું. આ
સાથે દરેક તાલુકા મથકે મામલતદારને પણ તાલુકા-શહેર પ્રમુખો દ્વારા માંગણીઓને લઇ આવેદનપત્ર આપ્યા હતાં.

Download Our B K News Today App



Related News