પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરતા ડીસા-પાલનપુરમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 12:12:50
  • Views : 459
  • Modified Date : 2020-06-25 12:12:50

દેશમાં લોકડાઉન બાદ સતત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોના જીવન પર મોટી અસર જોવા મળી રહી છે. આ ભાવ વધારાનો ડીસા અને
પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે વિરોધ કરી રહેલા કાર્યકરોની
પોલીસે અટકાયત કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં પણ પેટ્રોલના ભાવમાં સતત વધારાના કારણે હવે વિવિધ
પાર્ટીઓ મેદાનમાં આવી છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે આમ જનતા હેરાન થઈ રહી છે. એક તરફ જનતા પાસે પૈસા નથી તો બીજી તરફ વધતા જતા ભાવ વધારાના કારણે લોકો હવે ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ તળિયે બેસી ગયા છે છતાં કેન્દ્ર સરકાર દ્વારા
પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા સત્તર દિવસથી સતત ભાવ વધારો થતા ડીસા અને પાલનપુર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ભાવ વધારો પાછો ખેંચોના પોસ્ટર સાથે કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવાતા ડીસા ઉત્તર પોલીસ
પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને વિરોધ કરતા કોંગ્રેસના ૫ જેટલા કાર્યકર્તાની અટકાયત કરી વિરોધ કરતા અટકાવ્યા હતા. જ્યારે
પાલનપુરમાં પણ કેટલાક કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકમાં લઇ જવાયા હતા.

Download Our B K News Today App



Related News