પાટણમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધરણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-08 11:48:37
  • Views : 459
  • Modified Date : 2019-12-08 11:48:37

પાટણ શહેરમાં આવેલ કલેકટર કચેરી સામે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ધરણા પ્રદર્શન યોજ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ બહાર આવતા આ
પરીક્ષા રદ કરવાની જબરજસ્ત માંગ ઉઠવા પામી છે. ત્યારે ગતરોજ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પાટણ શહેરના યુનિવર્સિટી માર્ગ પર આવેલ કલેક્ટર કચેરીની સામે ધરણા પ્રદર્શન યોજી ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવા સુત્રો પોકાર્યા હતા. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News