બનાસકાંઠાના થરાદ અને ધાનેરામાં કૃષિ કાયદાના વિરોધ ચક્કજામ, કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:05:27
  • Views : 390
  • Modified Date : 2021-02-07 12:05:27

બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના જ્યાંથી ધારાસભ્ય ચૂંટાયેલાા છે. તેવા થરાદ અને ધાનેરામાં શનિવારે કૃષિ કાયદાનો વિરોધ કરી ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. જેને પગલે કોંગ્રેસના કાર્યકરોની પોસીલ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા થરાદ, ભાભર, ડીસા અને સાંચોરના એન્ટ્રીપોઈન્ટ ઉપર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જાેકેે કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઈને ખેડૂતો ૭૩ દિવસથી આંદોલન કરી રહ્યા છે. જેમના દ્વારા શનિવારે બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ વાગ્યા સુધી ચક્કાજામનો કાર્યક્રમ અપાયો હતો. જેને લઈને થરાદ અને
ધાનેરા કે જ્યાંથી કોંગ્રેસ ધારાસભ્ય ચૂંટાયેલા છે. ત્યાં આંદોલનની અસર જાેવા મળી હતી. દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આ વિસ્તારમાં પણ ચક્કાજામનો કાર્યક્રમ અપાયો હતો. જેમાં થરાદમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ આંબાભાઈ સોલંકીના નેજા હેઠળ કાર્યકરોએ હાઈવે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નવો કાયદો ઘડવા માટે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. તે દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ દેખાવો સમયે યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રધાનજી ઠાકોર, શહેર પ્રમુખ બચુશા બનવા, દશરથ શ્રીમાળી અને મશરૂ નાથીએ ચક્કાજામ કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.
જ્યારે ધાનેરામાં ખેડૂતો દ્વારા ચક્કાજામના સમાચાર વહેતા કરાયા હતા. જેથી પોલીસે ચક્કાજામનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે ખેડૂત આગેવાન અને ગુજરાત કિશાન સંધના ઉપપ્રમુખ કાળુભાઈ તરક, જિલ્લા પ્રમુખ વિરમભાઈ કાગને પોલીસે ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. તેમજ કોંગ્રેસના યુવા પ્રમુખ હરચંદભાઈ દેસાઈ સહિત ૧૫ જેટલા ખેડૂતોને પણ પોલીસે સવારથી નજર કેદ કરી લીધા હતા. જેમને બપોર બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News