સ્થાનિક ચૂંટણીમાં પંજાે અકબંધ રાખવા કોંગ્રેસ ખેતરમાં ઉતરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 11:35:10
  • Views : 394
  • Modified Date : 2020-12-27 11:35:10

દિલ્લીમાં ખેડૂતો દ્વારા એક મહિના કરતા કૃષિ બિલને મુદ્દે આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા હવે ખેડૂતો સાથે ચલો ખેતરે કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ખેડૂતોની સાથે કોંગ્રેસ આંદોલન કરી રહી છે.  શનિવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના પ્રાંતિયા ગામે ખેતરમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. આગામી સ્થાનિક ચૂંટણીઓમાં પંજાે ઝળવાઇ રહે તે માટે કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, ભાજપ દેશમાં ખેડૂત વિરોધી કાયદા લાવી કંપની રાજ લાવવા માગે છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં સદસ્યોની ટર્મ પુરી થઇ ગઇ છે. કોરાના વાયરસના કારણે ચૂંટણી પાછી ઠેલવામાં આવી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે તેની તૈયારી શરૂ કરી દીધી છે. તેની સાથે દિલ્લીમાં ખેડૂતો કૃષિ બિલ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. રાજ્યના ખેડૂતોને કોંગ્રેસ દ્વારા બિલની સમજણ આપવામાં આવી રહી છે. સાથે
આંદોલનમાં ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લાના પ્રાંતિયા ગામના ખેતરમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમિત ચાવડાએ કહ્યું હતું કે, કેન્દ્રની ભાજપની સરકાર કહી રહી છે કે, કૃષિ બિલનો ખેડૂતોથી ફાયદો થવાનો છે. જાે ખેડૂતોને ફાયદો જ થવાનો હોય તો આંદોલન કેમ ચાલી રહ્યુ છે. રાજ્યની સરકાર ખેડૂત સંસદ કરવા મંજૂરી કેમ આપતી નથી. સરકાર લોકોમાં ભ્રામક પ્રચાર કરી રહી છે. અમે ખેડુતોના પ્રશ્નોને વાચા આપવા માટે સંવાદની શરૂઆત કરી છે, દિલ્લીના આંદોલનને અમારી સમર્થન છે.
અમે ખેડૂતોની સાથે જ છીએ અને રહીશું. દિલ્લીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને અમે અહીંથી રાશન
પહોંચાડીશું. પોલીસ દિલ્લી નહિ જવા દે તો આગામી સમયમાં રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા ખેતરે-ખેતરે સંવાદ યોજીશું. પરંતુ ભાજપ સરકારના કૃષિ બિલની ખોટી નીતિઓ સામે લાવીશું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, અરવિંદસિંહ સોલંકી સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News