નેતાઓેની ખેંચતાણના પરિણામે કોંગ્રેસ કાર્યાલયમાં ઉડી રહ્યા છે કાગડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 05:53:20
  • Views : 513
  • Modified Date : 2019-04-17 05:53:20

ધાનેરામાં કોંગ્રેસ કાર્યાલયનું મોટા ઉપાડે ઓપનિંગ કરવામાં આવ્યું હતું. પણ ધાનેરા સ્થાનિક નેતાઓની ખેંચતાણના કારણે કાર્યાલયમાં કાગડા ઉડી રહ્યા છે. જો જિલ્લાના આગેવાનો અને ધાનેરાના ધારાસભ્યએ આ ખેંચતાણ જલ્દી  પુરી ન કરી તો ધાનેરામાંથી કોંગ્રેસને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે એમ છે. હાલની પરિસ્થિત જોતા એમ કહી શકાય છે કે ધાનેરામાં કોંગ્રેસના ગઢના કાંકરા ખરી રહ્યા છે. નેતાઓના મનદુઃખના કારણે મતદારો પણ કોંગ્રેસથી મુહ ફેરવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ધાનેરા કોંગ્રેસના નેતાઓ ક્યારે પોતાનો અહમ અને મનદુઃખ છોડીને પરથી ભાઇને જીતાડવાની કોશિશ કરે છે એ તો આવનારો સમય જ બાતવશે.

Download Our B K News Today App



Related News