ધાનેરા ના માંલોત્રા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા નું આગમન થતાં ખુશાલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 12:21:50
  • Views : 225
  • Modified Date : 2022-07-07 12:21:50


ગુજરાત સરકારે 20 વર્ષના શાશન માં અનેક લોકોના ઘર માં ઉજાશ પાથર્યો છે માવજીભાઈ દેસાઈ

ધાનેરા તાલુકા ના માલોત્રા ગામે બુધવારે વંદે ગુજરાત વિકાસ યાત્રા આવી પહોચતા ગ્રામજનો દ્વારા સ્વાગત સામૈયુ કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ સિધો લાભાર્થીઓ ને મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાત માં છેલ્લાં 20 વર્ષ ઉપરાંત ના સમયથી ભાજપની સરકાર કાર્યરત છે ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી લોકોના જીવનમાં ઉજાશ પાથરવાનું કામ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા 20 વર્ષ નો વિકાસ અને 20 વર્ષ ના પ્રજાના વિશ્વાસ નો સંદેશો લઈ મંગળવાર થી વંદે ગુજરાત વિકાસ યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો છે.ધાનેરા તાલુકા ના માંલોત્રા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ના મદદનીશ કમિશ્નર બી.એફ.ચૌધરી, ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન અને ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈ, ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પટેલ, માલોત્રા સરપંચ ઉમાભાઈ સહિત ગામના આગેવાનો અને યુવાનો ની ઉપસ્થિતિ માં યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ને લાભ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News