કોંગી અગ્રણી સુલેમાન પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-25 08:11:57
  • Views : 81
  • Modified Date : 2024-01-25 08:11:57

ભરૂચ જિલ્લાના જોલવા ગામે મારામારી અને જીવલેણ હુમલાની ઘટનામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કોંગી અગ્રણી અને વાગરા વિધાનસભા બેઠકના 2 ટર્મના ઉમેદવાર રહી ચૂકેલા સુલેમાન પટેલની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં હુમલાની ઘટના બની હતી જેને સુલેમાન પટેલના ઈશારે અંજામ અપાયો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.ઓક્ટોબર 2023માં વાગરા તાલુકાના જોલવા ગામે પાદરમાં હુમલાની ઘટના બની હતી. જોલવા ગામના સુલેમાન પટેલના કહેવાથી પુર્વ આયોજીત કાવતરાના ભાગ રૂપે ઇક્કો ગાડીમાં ડાંગો જેવા હથીયાર લઇ ધસી આવેલા લોકોએ ધીંગાણુ સર્જી ફરાર થઇ ગયા હતા. આ કાવતરું સુલેમાન પટેલના ઈશારે રચાયું હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ આ ગુનાના વોન્ટેડ આરોપી સુલેમાન પટેલને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સુચના આપી હતી. સુલેમાન પટેલે આગોતરા માટે હાઇકોર્ટ સુધી દરવાજા ખટખટાવ્યા હતા પણ સફળતા મળી ન હતી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ. રાઠોડે લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમને વોન્ટેડ આરોપી ઝડપી પાડવા જણાવ્યું હતું. એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ વાળાની ટીમને આ દરમિયાન બાતમી મળી હતી કે દહેજ પો.સ્ટેના રાયોટીંગના ગુનામા વોન્ટેડ આરોપી સુલેમાન મુસાભાઇ પટેલ કે જેનુ વાગરા કોર્ટ દ્વારા સી.આર.પી.સી. 70 મુજબનું ધરપકડ વોરન્ટ પણ ઈશ્યુ થયેલ છે તે વડોદરા શહેર રેલ્વે સ્ટેશન પાસે આવેલ સ્કાય લાઇટ હોટલમાં રોકાયેલ છે. આ હકીકત આધારે એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક વડોદરા ખાતે રવાના કરી વોન્ટેડ આરોપી સુલેમાન પટેલને સ્કાય લાઇટ હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપીને વોન્ટેડ સમય દરમિયાન અમરેલી, કુલુ-મનાલી અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ હોટલોમાં રોકાયા બાદ વડોદરાની સ્કાય લાઇટ હોટલમાં રહી ધરપકડથી બચવા પ્રયાસ કરી રહ્યો.ઉલ્લેખનીય છે કે સુલેમાન પટેલની ગણતરી કોંગ્રેસના મજબૂત નેતાઓમાં થાય છે. કોંગી અગ્રણીનું દહેજ પટ્ટી પર સારું વર્ચસ્વ હોવાના કારણે તેમને વગર વિધાનસભા બેઠક પર સતત બે ટર્મ માટે કોંગ્રસે વિધાનસભા ચૂંટણી લડવા ટિકિટ પણ આપી હતી. જોકે બંને ચૂંટણીમાં સુલેમાન પટેલ જીત હાંસલ કરી શક્યા ન હતા.

Download Our B K News Today App



Related News