દિયોદરમાં કોંગ્રેસ અને ભાજપે કાર્યાલય ખુલ્લા મુક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 06:54:04
  • Views : 483
  • Modified Date : 2019-04-12 06:54:04

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બનાસકાંઠા માં ભાજપ કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે સભાઓ કરી પ્રચાર તેજ કરી દીધો છે. આજે બનાસકાંઠાના દિયોદરમાં કોંગ્રેસ અને ભાજપ બને પક્ષે કાર્યાલય ખુલ્લા મુક્યા હતા. ભાજપ કાર્યાલયના ઉદ્‌ઘાટનમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ રીબીન કાપી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. જોકે અલ્પેશ
ઠાકોરના રાજીનામા બાબતે પૂછતા જેમણે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર એમનું કામ કરશે જયારે ભાજપ ભાજપનું કામ કરશે. બનાસકાંઠાનો
ઠાકોર સમાજ ભાજપ સાથે જોડાઈ ગયો છે અને ઠાકોર સમાજ અપક્ષ ઉમેદવારને નહીં સ્વીકારે અને જે ભાજપને સમર્થન કરશે.
જોકે બીજી તરફ કોંગ્રેસે પણ પોતાનું કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું અને જેમાં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં આવેલ દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાજપની જે રાષ્ટ્ર ભાવનાની વિચારધારા છે જે બનાસકાંઠામાં આવતા બદલાઈ જાય છે. અહીં ભાજપ રાષ્ટ્રની ચિંતા નથી કરતું માત્ર એકજ વ્યક્તિની ચિંતા કરે છે અને જે વ્યક્તિનો બનાસકાંઠામાં ત્રાસ છે જોકે જેમણે વ્યક્તિ નું નામ
આપવાનું ટાળ્યું હતું.પ્રસંગે ભાજપ કોંગ્રેસના પોતપોતાના કાર્યાલયોના પ્રારંભ ટાણે કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના ઉમેદવારોને જંગી બહુમતી દિયોદર વિસ્તારમાં મળશે તેવો આશાવાદ સેવ્યો હતો.


Download Our B K News Today App



Related News