અમદાવાદની હોસ્પિટલ એસોસિયેશન અને વીમા કંપનીઓ વચ્ચે ઘમસાણ, વીમા પાસ કરાવવામાં ધાંધિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-13 15:53:24
  • Views : 66
  • Modified Date : 2025-04-13 15:53:24

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના) દ્વારા ટાટા એઆઇજી, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઈન્સ્યોરન્સ ધરાવતી વ્યક્તિઓની કેશલેસ સારવાર છેલ્લા 10 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. ત્રણેય વીમા કંપનીના ક્લેઈમ મેનેજમેન્ટમાં ધાંધિયા, ક્લેઇમ રીજેક્ટ કરવા સહિતની ફરિયાદો મળ્યાનો આહના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આહનાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ત્રણેય વીમા કંપનીઓ દ્વારા કોઇપણ પ્રકારની સૂચના-કોઈપણ પ્રકારની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર અમદાવાદની ઘણી હોસ્પિટલને ડિલિસ્ટ-બાકાત કરી દીધી છે અને જેના પગલે જે દર્દીઓએ આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારવાર લીધી હોય તો તેમને વીમાની રકમ આપવામાં આનાકાની કરવામાં આવે છે. 

Download Our B K News Today App



Related News