બનાસકાંઠાના યુવકનો અમદાવાદમાં કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં બનાસકાંઠાના વાસણી ગામને કન્ટેઈન્ટમેન્ટ જાહેર કરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-30 11:21:33
  • Views : 2113
  • Modified Date : 2020-04-30 11:21:33

કોરોનાની મહામારી સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ છે. દરરોજ નવા કેસો બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં પણ કેસોનો વધારો જાવા મળે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસવી
સંખ્યામાં વધારો જાવા મળી રહ્યો છે. કોરોના પહેલો કેસ વાવ તાલુકાના મીઠાવીચારણ ગામે એક પાંચ વર્ષિય બાળકને આવ્યો હતો. તે બાદ પાલનપુર તાલુકાના ગઠામણ ગામે એક ૫૫ વર્ષિય વ્યÂક્તને કોરોના પોઝિટવ આવ્યો હતો. અને
બનાસકાંઠામાં કુલ ૩૦ કોરોના પોઝિટવ આવ્યા હતા. ત્યારે ગતરોજ વાસણી ગામના એક ૩૪ વર્ષિય યુવકને કોરોનાનો રિપોર્ટ અમદાવાદમાં પેઝિટીવ  આવ્યા હતો.
પાલનપુર તાલુકાના વાસણી ખાતે રહેતા ૩૪ વર્ષિય દેવેન્દ્રભાઈ ગણપતભાઈ પંચાલ વ્યવસાય માટે અમદાવાદ રહે છે અને તેઓ તેમના પરિવાર સાથે ગત ૨૫ માર્ચના વાસણી ખાતે ૧૩ વ્યકિતઓ આવેલા. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમનો હોમકરોન્ટાઈનનો સમય ૮ એપ્રિલના પુરો થતાં ૨૫ એપ્રિલે તેઓ અને તેમના પરિવારના ૭ સભ્યો એમ કુલ મળી ૮ વ્યકિત અમદાવાદ ગયેલા.  અમદાવાદમાં તેમનું સેમ્પલ ૨૬ એપ્રિલના લેવાતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતાં અમદાવાદ ખાતે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને વાસણી ખાતે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો સર્વે હાથ ધરાવામાં આવ્યો છે. ત્યારે તેમના પરિવારના ૫ સભ્યો વાસણી ખાતે હોઈ અને બીજા બે વ્યકિતઓ કે જેમની જોડે તેમનો વારંવાર સંપર્ક થતો હોઈ તમામ સાત વ્યકિતઓના સેમ્પલ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર ખાતે ક્વોરોન્ટાઈન હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જિલ્લાવિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો.  દિપક અનાવાડીયા દ્વારા આરોગ્યની અલગ અલગ ૭ ટીમો બનાવી સમગ્ર ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ગામમાં સેનીટાઈઝ કરવામાં આવી રહ્યુ છે. તાલુકા પંચાયતના અધિકારીઓ હાજર રહી તેમના  દ્વારા વાસણી ગામના ૩ કિલોમીટર એરીયાને કન્ટેન્ટમેન્ટ એરીયા  જાહેર કરવામાં આવ્યો છે અને વાસણીથી ૮ કિલોમીટરના વિસ્તાર ૬ ગામોને બફરઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગઢ, મડાણા,  સામઢી મોટાવાસ, સામઢી રાણાજી વાસ, સામઢી નાઢાણીવાસ અને પાટણ જિલ્લનું ખારેડા એમ ૬ ગામોને બફરઝોન જાહેર કર્યા છે. સામઢી પીએચસી, મડાણાગઢ પીએચસી તેમજ ૬ પેટાઆરોગ્ય કેન્દ્ર તેમજ ગઢના ૫ ખાનગી દવાખાના પણ બફરઝોન જાહેર કરાયા છે. અને વાસણી ગામે આવતા તમામ રસ્તાઓ સીલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ચુસ્ત
પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વાસણી ગામમાં સંપૂર્ણ પ્રવેશબંધી કરી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News