સરકારી સહાય વગર ગૌશાળાની હાલત કફોડી : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળાની પરિસ્થિતિ બેહાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-11 11:01:36
  • Views : 261
  • Modified Date : 2022-05-11 11:01:36

 

 

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળામાં પશુઓની હાલત કફોડી બને તેવી સ્થિતિ સર્જાવા ની શકયતા ઓ છે સરકારે ૫૦૦ કરોડ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત તો કરી હતી પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નીતિ ન કરાતા ગૌશાળા ને તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

 

- બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા ગૌશાળા ની પરિસ્થિતિ બેહાલ

 

- જિલ્લામાં 170 ગૌશાળા અને પાંજરાપોળ માં ઘાસચારાની અછત

 

- સરકાર દ્વારા સહાયની જાહેરાત કરતા દાતાઓ તરફથી દાન કરવામાં આવ્યું બંધ

 

- સરકાર તાત્કાલિક સહાય ચૂકવે નહિતર ઉગ્ર આંદોલન થશે

 

- બનાસકાંઠા જિલ્લાની 170 ગૌશાળા અને પાંજરાપોળ ની પરિસ્થિતિ બેહાલ

 

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે જેમાં રખડતા,  ની સહાય,  બિનવારસી,  કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓ ને સાર સંભાળ થાય છે આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય  કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે. તો બીજી તરફ અત્યારે ઉનાળાની સિઝનમાં ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે. અત્યારે જિલ્લાની ગૌશાળા ના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર જાહેરાત કરેલી સહાય ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ને તાત્કાલિક ચૂકવે તેવી સંચાલકો માંગ કરી રહ્યા છે.

 

સરકારે તાત્કાલિક સહાય આપે તેવી માંગ છે.

 

       સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 179 થી પણ વધુ ગૌશાળા અને 80 હજારથી ઉપર પશુધન ગૌશાળા અને પાંજરાપોળમાં નિર્વાહ કરી રહ્યા છે. પરંતુ હાલમાં આ તમામ જગ્યા ઉપર દાતાઓનું દાન અને સરકારની સહાય બંધ થઈ જતા હાલમાં તમામ ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકોની હાલત બેહાલ થઈ ગઈ છે સંચા લોકોનું માનવું છે કે સરકારે પશુઓનું નિર્વાહ કરવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરી દીધી છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઇ જ સહાય પહોંચાડવામાં આવતા તમામ સંચાલકોને હાલ પશુઓ નું નિર્માણ કરવું મુશ્કેલ બની ગયું છે એક તરફ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઘાસચારાના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ પશુ પણ ઘાસચારા વગર ટળવળી રહ્યા છે ત્યારે સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી સંચાલકોમાં કરી રહ્યા છે.

- જો સહાય નહીં ચૂકવે તો ઉગ્ર આંદોલન થશે 

 

     ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પશુઓની હાલત પણ કફોડી બનતી જાય છે હાલમાં એક તરફ ડીસા તાલુકામાં ગરમી ૪૨ ડિગ્રી પર પડી રહી છે તેવા સમયે ગૌશાળા અને પાંજરાપોળ માં પશુઓ ઘાસચારા વગર તરફ વળી રહ્યા છે. સરકાર એક તરફ મોટા દાવા કરી રહી છે કે દરેક ગૌશાળામાં સરકાર તરફથી દાન આપવામાં આવી રહી છે પરંતુ ગૌ શાળા સંચાલકો નું માનવું કંઈક અલગ જ છે ગૌ શાળાના સંચાલકો જણાવી રહ્યા છે કે સરકાર તરફથી હજુ સુધી કોઇ જ પ્રકારનું સહાય આપવામાં આવી નથી જેના કારણે હાલમાં દાતાઓ તરફથી આવી રહેલું દાન પણ બંધ થઈ ગયું છે. જેના કારણે પશુઓનું નિર્વાહ કરવો ઘણો જ મુશ્કેલ બની ગયું છે અગાઉ પણ સરકાર દ્વારા ગાયો માટે સહાય બંધ કરી દેવા માંગતા સમગ્ર ગુજરાતભરમાં આંદોલન થયું હતું કે બાદ સરકારે તાત્કાલિક વહેલી ચુકવણી કરી હતી ત્યારે ફરી એકવાર સરકાર દ્વારા ગાયો માટે સહાય બંધ કરી દેતા ગૌ શાળા સંચાલકોની હાલત કફોડી બની છે ત્યારે હાલમાં તો સંચાલકો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે જો સરકાર દ્વારા સહાય ચૂકવવામાં નહિં આવે તો ફરી એકવાર મોટું આંદોલન થશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે.

Download Our B K News Today App



Related News