નર્મદા કેનાલમાં આપઘાતના વધી રહેલા બનાવોને લઈ ચિંતા : છેલ્લા 14 મહિનામાં 41 વ્યક્તિના મૃતદેહો બહાર કઢાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 11:16:38
  • Views : 191
  • Modified Date : 2022-06-23 11:16:38


નર્મદા કેનાલમાં આપઘાતના વધી રહેલા બનાવોને લઈ ચિંતા : છેલ્લા 14 મહિનામાં 41 વ્યક્તિના મૃતદેહો બહાર કઢાયા


 


નર્મદા કેનાલમાં પડવાથી મૃત્યુના બનાવો પણ વધવા પામ્યા છે. માત્ર 14 મહિનામાં જ ફાયરટીમ દ્વારા 41 મૃતદેહ બહાર કઢાયા છે . થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં સામાન્ય પરિવારથી માંડીને વ્યવસ્થિત ઘરના લોકોએ પણ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવનલીલા સંકેલી લીધી છે . મૃતદેહ મળ્યા પછી જે થવાનું હતું તે થઇ ગયું , તેમ મન વાળીને સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવતાં ( અને પોલીસને જાણ કરતાં ) પણ લોકો અટકે છે . એટલું જ નહી સ્થળ પર પોલીસ પહોંચી ગઇ હોય અને પીએમની તજવીજ હાથ ધરાતી હોય તો પણ કાર્યવાહી કરાવાનો ઇન્કાર કરી મૃતદેહ લઇ જતા હોય છે મૃતદેહો અંગે થરાદ પોલીસને જાણ પણ કરવામાં આવી નથી , પરંતુ ફાયરમેન વિરમ રાઠોડે 14 મહિનામાં જ આવેલા કોલનો આંકડો આપતાં જણાવ્યું હતું કે તેમને તારીખ 1 એપ્રિલ -2021 થી આજ સુધીમા  41  મૃતદેહ મળી આવ્યા છે


Download Our B K News Today App



Related News