ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા દર્દીઓ સામે આવતા ચિંતા વધી : દેશમાં ફરીથી કોરોનાવાયરસના વાદળો છવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 11:07:36
  • Views : 248
  • Modified Date : 2022-04-19 11:07:36


દેશમાં કોરોનાવાયરસ ની મહામારીએ મોટી અસર સર્જી હતી ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે અનેક ધંધા-રોજગાર પર મોટી અસર પડી હતી તો અનેક લોકો કોરોનાવાયરસ ની મહામારીમાં મોતને ભેટયા હતા જે બાદ છેલ્લા એક વર્ષથી સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં વેકશીન આપવાની શરૂઆત કરવામાં આવી હતી જેના કારણે દિવસે ને દિવસે કોરોનાવાયરસ ની સંખ્યામાં ઘટાડો થયો હતો બીજી તરફ સરકાર દ્વારા તમામ રાજ્યોમાં કોરોનાવાયરસ ના કેસો ઘટાડવા માટે કોરોના ગાઈડ લાઈન લગાવવામાં આવી હતી જેના કારણે સતત કોરોનાવાયરસ ના કેસો માં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ જે બાદ હવે કોરોનાવાયરસ ની મહામારીમાં સતત ઘટાડો થતાં સરકાર દ્વારા અનેક રાજ્યોમાં કોરોના ગાઈડ લાઈન હટાવી દેવામાં આવી છે. જેના કારણે લોકો માસ્ક, સોસીયલ ડિસ્ટન્સ રાખતા નથી જેથી ફરી એકવાર ભારત દેશમાં કોરોનાવાયરસ ના કેસો નવા સામે આવી રહ્યા છે. સતત ભારત દેશમાં વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ની સંખ્યાના કારણે ફરી એકવાર આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાઈ છે રોજે રોજ લોકોની ફરી એકવાર ગંભીર બેદરકારીના કારણે કોરોનાવાયરસ ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે આજે ભારત દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાવાયરસના નવા 2183 તે સામે આવતા ફરી ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોનું માનીએ તો સરકાર દ્વારા ફરી એક વાર કોરોના ગાઈડ લાઈનના નિયમો કડક કરવામાં આવે છે તે આવનારા સમયમાં ફરી કોરોનાવાયરસ ની મહામારીનો લોકોએ સામનો કરવો ન પડે

Download Our B K News Today App



Related News