પાટણ જિલ્લામાં વરસાદે વધારી ચિંતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 12:56:50
  • Views : 298
  • Modified Date : 2021-07-23 12:56:50

     દક્ષિણ ગુજરાતમાં અનરાઘારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમા જગતના તાતે કરેલ વાવેતર પણ સંકટ મુકાયું છે. ત્યારે બીજીબાજુ હજું પણ ઉતર ગુજરાતમાં વાદળ વરસવાનું નામ નથી લઇ રહ્યા. ઉતર ગુજરાતમાં વરસાદ ખેંચાવાની સ્થિતિનું નીર્માણ શરુ થયું છે. મહેસાણા _બનાસકાંઠા _કચ્છ  અને પાટણ જીલ્લામાં વરસાદની ઘટ ઉભી થઇ છે. જેને લઇને જગતનો તાત મુંજાવવા લાગ્યો છે. ચોમાસું માત્ર સામાન્ય વરસાદ થતાં ખેડૂતને આશા બંઘાઇ હતી કે સારો વરસાદ થશે અને દેવામાંથી બહાર નીકળશે. ક્યાંય ચોમાસું વાવેતર કરીને કોરોનાકાળમા પરીવારનું ગુજરાન ચલાવી શકશે. પરંતુ વરસાદ ખેંચાતા હવે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. તેટલું જ નહિ પાટણ જીલ્લાના સરહદી અને અંતરીયાળ એવા સાંતલપુર _વારાહી અને શંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર હજુ ૧૦ % જ વરસાદ નોંધાયો છે જેથી ખેતરમાં પડેલ માટીના ખોટ પણ ભાંગ્યા નથી. અને જગતનો તાત વાવેતર માટે સારા વરસાદની રાહ જોઇને આકાશ તરફ આંખ માંડીને બેઠા છે.

     પાટણ જીલ્લામાં નોંઘપાત્ર વરસાદ બાદ સમય વીતવા લાગ્યો છે અને વરસાદ ખેંચાયો છે. સામાન્ય રીતે ચોમાસું સીઝનમાં ૩.૩૨ લાખ હેકટરમાં વાવેતર થાય છે પરંતુ હાલની સ્થિતિ મુજબ માત્ર ૧.૧૨ લાખ હેકટરમા જ ખરીફ વાવેતર થયું છે. જીલ્લામાં સામાન્ય રીતે ૫૯૩ ML વરસાદ થતો હોય છ જેની સામે ૧૭૨ ML જ વરસાદ નોંધાયો છે એટલે ખેતીવાડી વિભાગ પણ વાવેતરને લઇને સારા વરસાદની આશા રાખીને જીલ્લામાં સારા વાવેતરની આશા સેવી રહ્યું છે. આમ તો અષાઢ માસમાં વરસાદ મન મુકીને વરસે છે પરંતુ ચાલુ વર્ષે હજુ પણ અષાઢ વીતવા છતાંય વરસાદ વરસવાનું નામ ન લેતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. અને વરસાદની વાટ જોઇને બેઠો છે.

Download Our B K News Today App



Related News