ઓરડાવાસ પ્રાથમિક શાળામાં કમ્પ્યુટરની ભેટ આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 07:10:34
  • Views : 498
  • Modified Date : 2019-04-09 07:10:34

શિહોરીના આરેડાવાસ વિસ્તારમાં પ્રાથમિક શાળા છે જે શાળામાં ૧ થી ૫ ધોરણ સુધી અભ્યાસ આપવામાં આવે છે.
પરંતુ આ સ્કૂલમાં કમ્પ્યુટરનો અભાવ હતો. ત્યારે શાળાના આચાર્ય પુષ્પાબેન જોષી દ્વારા સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટિ અમદાવાદને જાણ કરતા ગતરોજ કમ્પ્યુટરની ભેટ આપવામાં આવી હતી.
આ સિવાય ઉપરોક્ત ટ્રસ્ટના સહયોગથી મોટા જામપુર હાઇ સ્કૂલમાં સંપૂર્ણ કોસ્ટ સ્ટોન ફ્‌લોમિંગ તથા પ્રાર્થના ખંડ, અગિયાર કોમ્પ્યુટર રીપેરીંગ,  ધોરણ ૯ અને ૧૦ ના સ્માર્ટ ક્લાસ માટેનું સોફ્‌ટવેર તથા સીસીટીવી કેમેરા પણ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ છે. તેમજ શિવશક્તિ સ્કૂલમાં પણ પાંચ કમ્પ્યુટરની લેબ પ્રાર્થના ખંડ , સંડાસ બાથરૂમ તથા ધોરણ-૯ અને ૧૦ માટે  સ્માર્ટ ક્લાસ સોફ્‌ટવેર તથા ૫૦ ઇંચ એલઇડી ટીવી આપેલ છે. શ્રી  ઓગડ વિદ્યામંદિર થરામાં ધોરણ ૯ અને ૧૦ મા સ્માર્ટ ક્લાસ માટેના સોફ્‌ટવેર તથા કામ્યુનિટી  હોલ પણ બનાવેલ છે.
કન્યા શાળા (થરા), ઉણ હાઈસ્કૂલ, વડા હાઈસ્કૂલ, ખીમાણા હાઈસ્કૂલ  તેમજ રાનેર હાઈસ્કૂલમાં પણ ધોરણ ૯ અને ૧૦ ના સ્માર્ટ ક્લાસ માટેના સોફ્‌ટવેર તથા કમ્પ્યુટર આપેલ છે . કાંકરેજ તાલુકામાં પુર વખતે છેવાડાના ગામમાં અણદપુરામાં ૧૭ મકાનો પણ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ટ્રસ્ટ દ્વારા બનાવીને માનવ સેવાનું કામ કરેલ છે. તેમજ પૂર સમયે કાંકરેજ તાલુકાના છેવાડાના નહીં કિનારે આવેલ રૂણી ગામમાં પણ વર્ધમાન સંસ્કાર ધામ મુંબઈ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તથા સેવાભાઈ સેવા દ્વારા આપવામાં આવેલ છે.
તેમજ સ્કૂલ રિનોવેશન તથા સ્માર્ટ ક્લાસ શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન ધરમપુરના સહયોગથી , સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટિ અમદાવાદના સહયોગથી દેખરેખ રાખવામાં આવે છે.આ પ્રસંગે આરેડાવાસ  પ્રાથમિક શાળાના આચાર્ય પુષ્પાબેન જોષી, જામપુર હાઇસ્કૂલના આચાર્ય કાંતિભાઈ જોષી, શર્મિષ્ઠાબેન પટેલ, લાલજીભાઈ કોરિયા, દિનુભા કે. ડાભી તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટિ અમદાવાદના ટ્રસ્ટી ભાઈ-બેન અને મૂળ કાંકરેજ તાલુકાના થરા ગામના વતની દિનેશભાઈ સેવંતીલાલ ધાણધારા હસ્તે કમ્પ્યુટરની ભેટ તેમજ દરેક ભેટ તેમના સહકારથી આપવામાં આવે છે.


Download Our B K News Today App



Related News