ડીસા તાલુકાના જાવલ ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 11:10:21
  • Views : 218
  • Modified Date : 2022-05-09 11:10:21


ડીસા જાવલ ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે પૂર્ણાહુતિના દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રાખતા હોય છે ત્યારે ડીસા તાલુકાના જાવલની પાવન ભુમી ધન્યધરા પર ક્ષત્રિય જાગીરદાર વાઘેલા સમાજ દ્વારા વિજયાસર માતાજીના મંદિરે ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ડીસા તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે  વિજયાસર માતાજીની જયોત લાવી પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે બાદ જાવલ ગામે વિજયાસર માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં માતાજીના ભકતો ઉમટી પડ્યા હતા.શોભાયાત્રા બાદ માતાજીના હવન યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આજે ડીસા તાલુકાના જાવલ ગામે વિજયાસર માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમ માં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો આજે પૂર્ણાહૂતિ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે દાંતીવાડા ના બાદર સિંહ વાઘેલા અને ભીખુભા વાઘેલા હાજર રહ્યા હતા ખાસ કરીને આજે યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા મહેમાનો ભક્તોને અપીલ કરી હતી કે જે પ્રમાણે દિવસેને દિવસે શિક્ષણનું પ્રમાણ વધી રહી છે તેમાં તમામ લોકો જોડાઈ અને બનાસકાંઠા જિલ્લાનું શિક્ષણ આગળ વધારે તે માટેનું કાર્ય કરવું જોઈએ જેથી આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાનું શિક્ષણ ઉચ્ચ સ્તરે પહોંચી શકે આજે યોજાયેલા કાર્યક્રમમાં તમામ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Download Our B K News Today App



Related News