ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ ડીસા ડીવાઇન દ્વારા આયોજિત નારી સુરક્ષા અભિયાનની પુર્ણાહુતી : 53થી વધુ દીકરીઓએ સ્વરક્ષણની તાલીમ લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 12:06:12
  • Views : 454
  • Modified Date : 2021-08-13 12:06:12

     આજે દરેક ક્ષેત્રે દીકરીઓ આગળ વધી રહી છે પરંતુ આજે પણ દેશમાં દીકરીઓની એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે આજે દેશના લોકો શર્મસાર થઈ રહ્યા છે દેશની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે મહિલા સશક્તિ કરણ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ સ્વનિર્ભર બને તે અંતર્ગત ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા શહેરમાં કાર્યરત  રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત છેલ્લા પંદર દિવસથી ડીસાની ડાયમંડ સોસાયટી માં રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા ૫૩ તે પણ વધુ બાળકીઓને કરાટે ની તાલીમ આપવામાં આવી રહી છે. આ કરાટેની તાલીમ સંઘના જીતુભાઈ સોની અને પીન્ટુભાઈ પંચાલ દ્વારા બાળકીઓને આપવામાં આવી રહી છે. ત્યારે રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા આયોજિત ' નારી સુરક્ષા અભિયાન' કાર્યક્રમની આજે સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.પંદર દિવસના નારી સુરક્ષા અભિયાન માં દીકરીઓને રોજ આત્મરક્ષણ માટેના ઉપાયો જેમકે કરાટે, તલવારબાજી, લાઠી, હાઈ કિક બેક કિક જેવી સ્વરક્ષણ ટેકનીકની તાલીમ RSS ના શિક્ષક જીતુભાઈ સોની અને પીન્ટુભાઇ પાંચાલ ના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આશરે 53 દીકરીઓએ આ તાલીમનો લાભ લીધો અને ગમે તેવી પરિસ્થિતિમાં સામનો કરવાનો આત્મવિશ્વાસ કેળવી પ્રશિક્ષણ લીધું હતું .આજે યોજાયેલ સમાપન કાર્યક્રમમાં રોટરી આસિસ્ટન્ટ ગવર્નર શાંતિભાઈ ઠક્કર,સુનિલભાઈ નાઈ, પ્રમુખશ્રી ડૉ. રીટાબેન પટેલ મંત્રી શ્રી હિનલબેન અગ્રવાલ, પ્રો. ચેરમેન પિંકી બેન દેસાઈ, પ્રો. કો. ચેરમેન કાંતાબેન પટેલ, જેબર બેન પટેલ સાથે ધર્મિષ્ઠા બેન પટેલ પ્રાચી બેન અલ્પાબેન નીરૂબેન વર્ષાબેન દક્ષાબેન વગેરે રોટેરીયન બહેનો અને સૌ તાલીમાર્થી હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News