ડીસાના નાગફણા ગામે મહિલાને મારમારી જાતીય અપમાનિત શબ્દો બોલતા નોંધાઈ ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-15 12:15:24
  • Views : 387
  • Modified Date : 2021-11-15 12:15:24

 

 

ડીસા તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ...

 

 

ડીસાના નાગફણા ગામે એક મહિલા પોતાના વાડામાં ભેંસો દોવા ગયેલ તે દરમિયાન પાંચ શખ્સો દ્વારા મહિલાને માર મારી જાતીય અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડીસા તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે...

 

 

ડીસા તાલુકાના નાગફણા ગામે  રહેતા મીરાબેન ડામરાભાઈ સેજુ (એ.સી) ઘરકામ કરી પોતાના પરિવાર નું ગુજરાત ચલાવે છે.જેઓ ભેંસો દોવા પોતાના વાડા માં ગયેલ તે દરમિયાન નાગફણા ગામના નટવરભાઈ બાબુભાઈ ઠાકોર આવેલ અને મીરાબેન ડામરાભાઈ સેજુ ને

કહેવા લાગેલ કે તું કેમ આ વાડા માં આવી છે.આ વાડો મારો છે.તું અહીંથી નીકળી જા ત્યારે મીરાબેન ડામરાભાઈ સેજુ કહેલ કે આ મારો વાડો છે.તેમ કહેતા નટવરભાઈ બાબુભાઈ ઠાકોર એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગેલ ત્યારે મીરાબેન ડામરાભાઈ સેજુ અપશબ્દો બોલવાની ના કહેતા નટવરભાઈ બાબુભાઈ ઠાકોર એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથ માં રહેલ ધોકો મીરાબેન ડામરાભાઈ સેજુ ને બરડા માં મારેલ જે બાદ નજીક માંથી બાબુભાઈ મેવાભાઈ  (ઠાકોર),દિનેશભાઇ બાબુભાઈ (ઠાકોર),તથા મુકેશભાઈ બાબુભાઈ (ઠાકોર) તથા નંદાબેન બાબુભાઈ (ઠાકોર) દોડી આવી  મારમારવા લાગેલ જે બાદ મીરાબેન ડામરાભાઈ સેજુ (એ.સી)ને જાતીય અપમાનિત શબ્દો બોલી ખતમ કરી નાખો તેવી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ તે દરમિયાન મીરાબેન ડામરાભાઈ સેજુ  એ બુમાંબૂમ કરતા મીરાબેન ડામરાભાઈ સેજુ ની દીકરી ભાવના દોડી આવતા આ પાંચે શખ્સો જતા રહેલ અને જતા જતા કહેતા ગયા કે આજે તો તું બચી ગઈ છે.પરંતુ લાગ આવશે તો તને જાનથી મારી નાખીસુ તેવી જાસા ધમકી આપી જતા રહેલ જે બાદ મીરાબેન ડામરાભાઈ સેજુ (એ.સી)ને વાગેલ હોવાથી તેમને તાત્કાલિક ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સારવાર લીધા બાદ આજ રોજ ડીસા તાલુકા પોલીસ મથકે નટવરભાઈ બાબુભાઈ (ઠાકોર),

બાબુભાઈ મેવાભાઈ  (ઠાકોર),દિનેશભાઇ બાબુભાઈ (ઠાકોર),તથા મુકેશભાઈ બાબુભાઈ (ઠાકોર) તથા નંદાબેન બાબુભાઈ (ઠાકોર) આ તમામ રહે.નાગફણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News