ભીલડી ખાતે ટેન્કર ચાલકે તેના સાગરિતો સાથે મળી 40 લાખનું તેલ બારોબાર વેચી મારતા નોંધાઈ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-21 11:06:41
  • Views : 384
  • Modified Date : 2022-04-21 11:06:41

ભીલડી ખાતે ટેન્કર ચાલકે તેના સાગરિતો સાથે મળી 40 લાખનું તેલ બારોબાર વેચી મારતા નોંધાઈ ફરિયાદ

 

ડીસા ભીલડી હાઈવે પર એક ટેન્કર ગટરમાં ખાબકાવી અકસ્માતને ખપાવવાનો પ્રયાસ કરાયો હતો જેમાં ટેન્કર ચાલકે તેના સાગરીતો સાથે મળી 40 લાખ નું તેલ વેચી ફરાર થતાં ના ગોંડલના વેપારી જયદીપ રામાણીએ ટેન્કરચાલક સંજય મારી સામે છેતરપિંડીની ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે....

 

 

બનાસકાંઠા જિલ્લાના  ભીલડી તાલુકા મથકે બે દિવસ અગાઉ સિવિલ ની બાજુમાં એક ટેન્કર ગટરમાં ખાબકી હતું. અને આ અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના ગોંડલ ગામ મહેતા જયદીપભાઈ વિઠ્ઠલભાઈ રામાણી (પટેલ) રવિ ઓઇલ રિફાઇનરી  ચલાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા. તેમજ કાચું રયડાનું  તેલ કરનાણી સોલવેક્ષ પ્રાઇવેટ લિમિટેડ ઓઇલ મિલ ગામ .ગોઠડા .

તાલુકો બાસિ.જીલ્લો જયપુર રાજસ્થાન થી મંગાવી અને રિફાઇનરી વેચાણ કરતા હતા.જેમાં solvex પ્રાઇવેટ લિમિટેડ oil mill માંથી 30 ટન  રાયડા તેલ મોકલી આપવા ઓર્ડર લખાવેલ અને રાયડા તેલની ભરવાની થતી રકમ ૩૨ લાખ standard chartered bank રાજકોટ ના ખાતા માંથી કરનાળી solvex પ્રાઇવેટ લિમિટેડ ઓઇલ મીલ જેતપુર રાજસ્થાનના બેંક ઓફ બરોડા ના ખાતામાં જમા કરાવેલા અને બાલાજી ટેન્કર ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સૈતાનસિંહ નો સંપર્ક કરી રાયડા તેલ ભરવા માટે ટેન્કર રૂપિયા ૪૮ હજારના ભાડા થી નક્કી કરેલ ટેન્કર નંબર જીજે 12 એટી 7280 જે બાદ  જયદીપભાઇ ના ભાગીદાર જયેશભાઈ જયંતીભાઈ પટેલ ના હોય ફોન કરી જાણ કરેલ કે તમોએ મંગાવેલ રાયડા તેલ 30 ટન જેની કિંમત ૪૧,31,656 નું  જે ટેન્કર નંબર જીજે 12 એટી 7280 લો ચાલક સંજયભાઈ હીરાલાલ મળી રહે મચ્છુનગર ઝુપડપટ્ટી ખારીરોહર તાલુકો ગાંધીધામ કચ્છ વાળા ને કરનાળી solvex પ્રાઇવેટ લિમિટેડ આઇલ માંથી ભરીને રવાના કરેલ હતો જે ટેન્કર રાયડા તેલ ભરેલ આ લેખમાં ભીલડી હાઈવે રોડ ઉપર રાત્રિના અઢી વાગ્યાના સમયે સિવિલ ની બાજુ માં પલટી ખાઈ ગટરના પાણીમાં ખાબકી હતી જેમાં

જે બાદ ટ્રેકટરના ચાલકે સમગ્ર ઘટનાની જાણ જયદીપભાઇ ને જાણ કરતા જે બાદ જયદીપભાઈ એ તેના ભાગીદાર જયેશભાઈ પટેલ ને જાણ કરતા આ બંને ભેગા મળી 17 4 2022 ના રોજ સવારના અગિયાર વાગ્યે પિંડી આવેલા અને ભીલડી હાઈવે રોડ પર સરકારી દવાખાના ની આગળ ગટરલાઈન નું પાણી ભરાયેલું પટેલ હતું તે જગ્યાએ રાયડા તેલ ભરેલ ટેન્કર નંબર જીજે 12 એટી 7280 આડુ પટેલ હતું અને ટેન્કર ના તમામ ઢાંકણ પાણીમાં ડૂબેલા ન હતા અને અને પાણીથી અદ્ધર હતા અને ટેન્કર ના તમામ ચેમ્બરના ઢાંકણ ના સીલ ટુટેલ હતા અને એક ઢાંકણ ખુલ્લું પડ્યું હતું ટેન્કર નું ઢાંકણ ખોલી તેમાં જોતા એકાદ ટન રયદાનું તેલ  હતું તે જગ્યાએ પાણી માં રાયદાનું તેલ ઢોળાયેલ ન હતું જે બાદ જયદીપભાઇ પટેલ ડ્રાઈવર નો સંપર્ક કરતાં તેનો મોબાઈલ બંધ આવતો હતો જે બાદ ટ્રાન્સપોર્ટના માલિક શેતાન સિંહ નો સંપર્ક કરતા  પરંતુ ટેન્કરચાલક ડ્રાઈવરનો કોઈ સંપર્ક ન થતાં ડ્રાઇવર ઉપર વહેમ ગયેલો કે તે અમારું રાયડા નું તેલનો મળતિયા  માણસોને વેચી અને આ અકસ્માત થયેલી ની ખોટી હકીકત ઊભી કરેલી અને અમોને જાણ કરેલ ટેન્કર નંબર  જીજે 12 એટી 7280 ના ચાલક સંજયભાઈ હરિલાલ માળી મચ્છુ નગર ઝુપડપટ્ટી ખારીરોહર તાલુકો ગાંધીધામ કચ્છ વાળા એ રાયડા તેલ 29 ટન જેટલું જેની આશરે કિંમત 41 લાખ તેને આર્થિક લાભ લેવાના ઇરાદે તેના મળતિયા માણસોને રસ્તામાં કોઈ પણ જગ્યાએ વેચી દઈ અને તેના કબજા હેઠળનું ટેન્કર ભીલડી નજીક હાઈવે રોડ પર સરકારી દવાખાના આગળ ભરેલા ગટરના પાણીમાં પલ્ટી ખવડાવી સત્ય હકીકત છુપાવી અકસ્માતની ખોટી હકિકત ઊભી કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરતાં જયદીપ ભાઈ વિઠ્ઠલભાઈ રામાણી પટેલ એ ભીલડી પોલીસ મથકે સંજયભાઈ હરિલાલ માળી રહે ગાંધીધામ વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે


Download Our B K News Today App



Related News