ડીસા તાલુકા વિકાસ અધિકારી સામે નોંધાઈ ફરિયાદ : ચાર મહિના અગાઉ પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા TDO

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-24 11:58:55
  • Views : 293
  • Modified Date : 2022-03-24 11:58:55

ડીસા તાલુકા વિકાસ અધિકારી ચાર મહિના અગાઉ પોતાની ઓફિસમાં દારૂ પીધેલી હાલતમાં જાણવા મળતાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો જે બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે બાદ કીડીઓના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જે સેમ્પલ પોઝિટિવ આવતા આખરે તાલુકા વિકાસ અધિકારી સામે ડીસા ઉતર પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

 

બનાસકાંઠા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી સામે ફરિયાદ નોંધાતા વહીવટીતંત્રમાં ચકચાર મચી જવા પામી છે.. ડીસા તાલુકાના વિડિયો ચાર મહિના અગાઉ પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા તેના વિરુદ્ધ  ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકા વિકાસ અધિકારી બી ડી  સોલંકી જે ચાર મહિના અગાઉ પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં જાણવા મળ્યું હતું ચા વિદ્યાર્થીઓ પોતાના આવકના જાતિના દાખલા માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા હતા પરેશાન થઈ ઉઠેલા વિદ્યાર્થીઓ તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી ના ચેમ્બર માં જઈ વિદ્યાર્થીને પડતી મુશ્કેલી જણાવવા જતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી બી ડી  સોલંકી વિદ્યાર્થીઓ સાથે બેહુદુ વર્તન કરી નશાની હાલતમાં હોય તેવું વિદ્યાર્થીઓને જણાતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો હંગામા ના પગલે ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી બી સોલંકી પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં છે તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ જે બાદ પોલીસે તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકીને ડીસા ઉત્તર પોલીસ લઈ જવાયા હતા જે બાદ તાલુકા વિકાસ અધિકારીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતાજે બાદ પોલીસે જાણવા જોગ ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી તેમજ તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી બ્લડ સેમ્પલ લેવાયા હતા.જે સેમ્પલ એફ એસ એલ માં મોકલાયા હતા.જે બાદ એફ એસ એલ ના રિપોર્ટ માં બ્લડ સેમ્પલ આલ્કોહોલની માત્રા 0.0759 આવતા જે બાદ  સરકાર તરફે ડીસા ઉતર શહેર પોલીસ મથક ના હેડ કોસ્ટેબલે ડીસા તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ 66 (1)(B)અને 85 (1)મુજબ ફરિયાદ નોંધાવતા વહીવટી તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી..

Download Our B K News Today App



Related News