બનાસકાંઠામાં ડીસા ના દામા ગામ પાસે ખેતરમાં રહેતા ભાગીયાની સગીર વયની દીકરી સાથે ખેતર માલિક અને અન્ય મિત્રએ મળી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા બંને શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-30 11:49:59
  • Views : 548
  • Modified Date : 2021-10-30 11:49:59

 

બનાસકાંઠામાં ડીસા ના દામા ગામ પાસે ખેતરમાં રહેતા ભાગીયાની સગીર વયની દીકરી સાથે ખેતર માલિક અને અન્ય મિત્રએ મળી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા બંને શખ્સો સામે નોંધાઇ ફરિયાદ

આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના દામા ગામ પાસે આવેલ ખેતરમાં ભાગીયા તરીકે રહેતા પરિવારની 15 વર્ષ ની સગીર દીકરી ત્રણેક માસ અગાઉ પોતાના ઘરે એકલી હતી ત્યારે ખેતર માલિક ભરત પરખાજી માળીએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું . ત્યાર બાદ તેને સગીરાને ધાક-ધમકી  આપી હતી. જેથી સગીરાએ ડરના માર્યા આ વાત કોઈને ન જણાવતાં ફરીથી ભરત પરખાજી માળી અને તેના મિત્ર શંભુદાન ગઢવીએ એકલતાનો લાભ લઇ તેણીને બળજબરીપૂર્વક ખેંચી જઈ મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બંને શખ્સોએ સગીરાને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાએ થોડા દિવસો સુધી ચુપચાપ સહન કર્યા બાદ આખરે પરિવારજનોને આ વાત જણાવતા પરિવારજનોએ જિલ્લા પોલીસ વડા અને મહિલા પોલીસને જણાવતા બંને શખ્સો ભરત પરખાજી માળી અને શંભુદાન ગઢવી સામે ડીસા તાલુકા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે.

Download Our B K News Today App



Related News