ડીસાના વાસણા ગોળીયા ખાતે ઉછીના પૈસા બાબતે સર્જાઈ મારામારી એક શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 11:44:42
  • Views : 275
  • Modified Date : 2022-04-24 11:44:42

 

ડીસા તાલુકાના વાસણા ગોળીયા ખાતે ઉછીના પૈસા આપ્યા હતા.તેની ઉઘરાણી કરતા ઉછીના પૈસા લીધેલ વ્યક્તિએ પછી પૈસા આપું તેવુ કહેતા મારામારી સર્જાઈ હતી.જે બાદ ઉછીના પૈસા આપનાર સામે ડિસ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે...

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાસણા ગોળીયા ખાતે રહેતા નવીનકુમાર ગણેશજી સોલંકી (માળી)ખેતી કામ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.આજ થી બે મહિના પહેલા હાથ પેટે  સોમાભાઈ વાલજી ભાઈ જોષી જોડેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા તેમજ નવીનકુમાર ગણેશજી સોલંકી બે ચેક કોરા સહી કરીને આપેલા તેમજ દરમહીને 5 હજાર પેટે વ્યાજ નું ચુકવણું કરતા હતા.ગઈ કાલે વ્યાજ આપવાની તારીખ હતી સોમાભાઈ વાલજીભાઈ જોષી  નવીનકુમાર ગણેશજી સોલંકી ના ઘરે આવ્યા હતા.અને કહેવા લાગેલ કે મને મારા પૈસા વ્યાજ સાથે આપ ત્યારે નવીનકુમાર ગણેશજી સોલંકી કહેલ કે આજે મારા ઘરે સિગોરત માતાજી ની પ્રાણ પ્રતિસ્થા છે અને બહેન દિકરીઓનું જમણવાર છે એટલે સાંજે હું તમારા પૈસા આયુ તેવું કહેતા સોમાભાઈ વાલજીભાઈ જોષી એકદમ ઉશ્કેરાઈ જઈ મા-બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલ જેથી નવીનકુમાર સોલંકી ના પિતા ગણેશજી સોલંકી સોમાભાઈ વાલજી જોશી ને સમજાવા જતા સોમાભાઈ જોષી નવીનકુમાર ને ગડદાપાટુનો મારમારવા લાગેલ જે બાદ નવીનકુમાર વચ્ચે પડી તેમના પિતા ગણેશજી સોલંકી ને છોડાવા જતા તેને પણ  મારમારવા લાગેલ જે બાદ સિગોતર માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા નો સામાન  અને જમવાનું સામાન સોમાભાઈ વાલજીભાઈ જોશીએ તોડફોડ કરેલ તે બાદ ત્યાંથી જતા જતા કહેવા લાગ્યો કે આજે મારા પૈસા આપી દેજો નહિતર જાનથી મારી નાખીશું તેવી જાશા ધમકી આપી જતો રહેલ. જે બાદ નવીનકુમાર ગણેશજી સોલંકી બીજા તાલુકા પોલીસ મથકે સામાભાઈ વાલજીભાઈ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે ..

Download Our B K News Today App



Related News