પાલનપુરના મણિભાવનના પારાવારીક વારસાઈના 45 કરોડના હીરા, ઝવેરાત અને એન્ટીક વસ્તુઓની ચોરી મામલે 14 સામે નોંધાઈ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-01 11:47:11
  • Views : 368
  • Modified Date : 2021-11-01 11:47:11

 

દેશની ખ્યાતનામ મુંબઈ ની લીલાવતી કીર્તિલાલ મહેતા હોસ્પિટલ ના ટ્રસ્ટીઓનો આંતરિક વિખવાદ હવે ચરામસીમાએ પહોંચ્યો છે. જેમાં લીલાવતી હોસ્પિટલ મુંબઈના સંચાલક પ્રશાંત મહેતાએ 14 લોકો સામે ચોરી ની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ની વિગતો જોઈએ તો તેમના દાદાએ ઘણાં વર્ષો પહેલા બનાસકાંઠા ના પાલનપુરમાં ગરીબો માટે ચેરિટી હોસ્પિટલ, મણીભુવન બનાવ્યું હતું. જે મકાનના ભોંયરામાં એક તિજોરી બનાવી હતી અને તેમાં તેમના દાદાએ કરોડો રૂપિયાના કિંમતી હીરા ઝવેરાત, એન્ટીક વસ્તુઓ સહિત દાગીના વર્ષોથી સાચવી રાખી હતી. વર્ષ 2019 મા મણીભુવનના રિનોવેશન દરમિયાન આ સેલ્ફવોલ્ટ તિજોરીને પ્રશાંતભાઈ મહેતા ની જાણ બહાર તોડવામા આવી હતી. અને મણીભુવનનું સંચાલક કરતા લોકોએ તિજોરી માંથી 45 કરોડના કિંમતી ઝવેરાત ની ચોરી કરી હતી. જે બાબત પ્રશાંતભાઈ ને ધ્યાને આવતા તેમણે આ મામલે એફઆઈઆર દાખલ કરવા બનાસકાંઠા પોલીસ વડાને અરજી આપી હતી. પરંતુ પોલીસ તપાસ બરાબર ન કરી અને  ઢીલાશ કરતી હોવાના આક્ષેપો કરાયા હતા. જો કે બાદમાં પોલીસ ને મળેલી 45 કરોડના હીરા ઝવેરાતની ચોરી અંગેની અરજીને મામકે બનાસકાંઠા એલસીબી દ્વારા મણીભુવનની મુલાકાત લઈ તપાસ કરતા અહીં મુદ્દામાલ હયાત હોવાનું માલુમ પડ્યું હતું. બીજી બાજુ પ્રશાંત મહેતાએ હીરા ઝવેરાતની ચોરી અંગે પોલીસ એફઆઈઆર નોંધે તેવી માંગ કરતા પોલીસને પારાવારીક વારસાઈ માલિકીમા હીરા ઝવેરાતની ચોરી સ્પષ્ટ થતી ન હોઈ બન્ને પક્ષના ખુલાસા લેવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. તેમ છતાં પણ ફરિયાદ ન લેવાતા આખરે અરજદારે કોર્ટ ના શરણે ગયા હતા અને પાલનપુર જ્યુડિશિયલ કોર્ટ ના આદેશ બાદ હવે પાલનપુર પૂર્વ પોલીસે 14 લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસના મોટાભાગના આરોપીઓ બેલ્જિયમ, દુબઈ, લંડન, મુંબઈ અને દિલ્હીમાં રહે છે જેમાં ભારત સરકારના ગૃહ વિભાગના પૂર્વ સેક્રેટરી, બે મૃતકો અને બે મહિલાઓ સહિત કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.....

 

આરોપીઓ ના નામ

 

1...રશ્મિભાઈ કીર્તિભાઈ મહેતા

2...ચેતણભાઈ પ્રબોધભાઈ મહેતા

3...ભવિનભાઈ રશ્મિભાઈ મહેતા

4....રેખાબેન હરેશભાઇ શેઠ

5....નિકેત વિજયભાઈ મહેતા

6...સુશીલાબેન વિજયભાઈ મહેતા

7...આયુષ્યમાન ચેનતભાઈ મહેતા

8...નાનીક રૂપાણી

9...એસ. લક્ષ્મીનારાયણ

10...પ્રબોધભાઈ મહેતા

11...સંજયભાઈ પાંડે

12..આર કે જૈન

13...વિક્રમભાઈ

14 ...કુમારભાઈ રણછોડભાઈ પટેલ

Download Our B K News Today App



Related News