ડીસા ના માલગઢ ગામની પરણીતા ને સાસરિયા દ્વારા મારઝૂડ કરી દહેજ માંગતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 12:44:01
  • Views : 265
  • Modified Date : 2022-07-09 12:44:01

ડીસા ના માલગઢ  ખાતે રહેતી પરણીતા ને પતિ  સહિત ના સાસરિયા દહેજ મામલે શારીરિક માનસિક ત્રાસ આપી કાઢી મુક્તા આ મામલે પરણીતા એ ડીસા તાલુકા પોલીસ મથકે પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે

ડીસા ના માલગઢ મોટી ઘાણી ખાતે  રહેતા હીનાબેન ભરતભાઇ ટાંક ના લગ્ન પાંચેક વર્ષ અગાઉ મોટી ધાણી મુકામે રહેતા રમેશજી શકરજી  સુદેશા સાથે સામાજિક રીત રિવાજ મુજબ થયા હતા  લગ્ન જીવન બાદ તેમને ત્રણ દીકરીઓ એ ને પણ જન્મ આપેલ જોકે હિંનાબેન ને પુત્ર ના જન્મતા તેમના પતિ સાસુ સસરા સહિત ના અવાર નવાર દહેજ મામલે પણ મેણા ટોણા મારતા મારી મારઝૂડ કરતા તેઓ પોતાના પિયર આવી ગયેલા જોકે બાદ માં સાસુ સસરા સહિત ના સમજાવતા પાછા પોતાના સાસરે રહેવા આવી ગયેલા જોકે ગત તારીખ ૭/૭/૨૨ ના રોજ હીનાબેન રસોઈ બનાવતા હતા અને તે દરમિયાન તેમના પતિ સાસુ સસરા ,અને જેઠ અંદરો અંદર કોઈ વાતચીત કરતા હતા અને તે દરમીયાન તેમના પતિ તેમની પાસે આવી જેમ તેમ બોલવા લાગેલ તારા કારણે મારુ જીવન બરબાદ થઈ ગયું તારા કારણે ઘરમા જગડા મટતા નથી તેમ કહેતા હીનાબેન કહેલ કે મારા ઉપર ખોટી વાત નાખી મને કેમ હેરાન કરો છો જેના પગલે તેમના પતિ ઉશ્કેરાઈ ગયેલા  અને હીનાબેન ને માર મારવા લાગેલ અને મોઢા ઉપર મુક્કો મારતા હીનાબેન ના મોઢા માંથી લોહી વહેવા  લાગેલ અને તે દરમિયાન તેમના સાસુ સસરા અને જેઠ પણ ત્યાં આવી ગયેલા અને આ હીનાબેન ને ગડદા પાતું નો માર મારવા લાગેલ અને કહેવા લાગેલ તું અત્યારે જ તારી છોકરી ઓ ને લઈ જતી રહે અમારે તને રાખવી નથી અને જો તું અહીંયા રહીશ તો તને જાનથી મારી નાખીસુ જોકે આ બનાવ ના પગલે હીનાબેન પોતાના પિતા ને ઘરે દોડી આવેલ અને અને સઘળી હકીકત પોતાના પરિવારજનો ને કરી આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે પતિ રમેશ શંકરજી  સુદેશા,સાસુ શાંતાબેન શંકરજી સુદેશા ,સસરા સંકરજી લખાજી સુદેશા ,અને જેઠ ભરતભાઇ સંકરજી સુંદેશા, તમામ રહે.માલગઢ મોટી ધાણી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવાત પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News