ડીસા તાલુકા ના નકાતપુરા ખાતે અજાણ્યો ઇસમ સગીરા ને ભગાડી જતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-27 12:22:04
  • Views : 305
  • Modified Date : 2022-08-27 12:22:04


ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં દીકરીઓને લચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસા ના નકાતપુરા ખાતે રહેતા અને  ખેતીકામ કરતા ખેડૂત ની સગીર પુત્રી ને અજાણ્યો ઇસમ ભગાડી જતા આ મામલે સગીરા ના પિતા એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે


આ ફરિયાદ ની વિગત અનુસાર ડીસા તાલુકા ના ભદ્રામલી નજીક આવેલા નકાતપુરા ખાતે રહેતા અને ખેતી કરતા ખેડૂત ની જમીને પરિવાર સાથે બેઠા હતા  તે દરમિયાન તેમની સગીર દીકરી કુદરતી હાજતે જવાનું કહી બહાર નીકળી હતી અને મોડે સુધી પરત ના ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી  તેમ છતાં આસપાસ તેનો પતો લાગેલ નહિ જેથી જેથી તેમની સગીર દીકરી ને કોઈ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના  ઇરાદે ભગાડી જતા આ મામલે તેમને ડીસા તાલુકા પોલિસ મથકે અજણાયા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસ તપાસ  હાથ ધરી છે


Download Our B K News Today App



Related News