રાણપુરની પરણીતા ને સાસરિયા દ્વારા ત્રાસ આપી દહેજ માંગતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 12:07:40
  • Views : 273
  • Modified Date : 2022-07-18 12:07:40

રાણપુરની પરણીતા ને સાસરિયા દ્વારા ત્રાસ આપી દહેજ માંગતા ફરિયાદ

ડીસા તાલુકા ના કુચાવાડા ખાતે રહેતા અંબાલાલ રામચંદભાઈ જોશી ની દીકરી તેજલબેન ના લગ્ન પાંચેક વર્ષ અગાઉ સામાજિક રીત રિવાજ મુજબ  ડીસા ના રાણપુર ઊગમણાં વાસ ખાતે રહેતા મેહુલભાઈ દિલીપભાઈ જોશી સાથે થયેલા હતા અને લગ્ન જીવન દરમિયાન તેમના ત્યાં એક પુત્રી  નો પણ જન્મ થયેલ જોકે લગ્ન ના પાંચેક વર્ષ ના સંમયગાળા બાદ તેજલબેન પોતાના સાસરે હતા તે દરમિયાન સવાર ના સુમારે તેમના પતિ મેહુલભાઈ તેમને કહેવા લાગેલ કે તું જ્યારથી મારા ઘરમાં પરણીને આવી છે ત્યારથી કોઈને સુખ થી રહેવા દેતી નથી અને તારું આખું ઘર ઝગડાખોર છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગેલ અને તે દરમિયાન તેજલબેન ના  ,સાસુ અને દિયર ત્યાં આવેલા અને તેઓ પણ તેમના પતિ દિલીપભાઈ ને ઉશ્કેરવા લાગેલ અને પતિ મેહુલભાઈ મારવા લાગેલ અને તેજલબેને પહેરેલ દાગીના પણ લઈ લીધેલા અને કહેવા લાગેલ કે તું અહીં થી જતી રહે અને પાંચ લાખ રૂપિયા લઈ નેજ પાછી આવજે અને અમારા કહેવા નહિ રહે તો જાનથી મારી નાખીસુ જેથી તેજલબેન તેમની ચાર વર્ષીય દીકરી ને લઈ પોતાના પિતા ને ત્યાં કુચાવાડા ખાતે આવી ગયેલા અને પોતાના પરિવારજનો ને આ બાબત જણાવી આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે પતિ મેહુલભાઈ દિલીપભાઈ જોશી સાસુ પુષ્પાબેન દિલીપભાઈ જોશી અને દિયર હિતેશ દિલીપભાઈ જોશી તમામ રહે.રાણપુર ઊગમના વાસ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News