ડીસા ના ઢૂંવા ગામે જમીન પચાવી પાડવાનો કારશો ગેરકાયદેસર મંડળી રચી ખેડૂતના ઉભા પાક માં ટ્રેકટર ફેરવી માર મારતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 12:03:09
  • Views : 224
  • Modified Date : 2022-07-02 12:03:09

 

ડીસાના ઢૂંવા ગામે રહેતા પોપટભાઈ નાગજીભાઈ પ્રજાપતિ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ઢૂંવા ગામે તેમની જુના સર્વે નમ્બર ૨૦૯ પૈકી (૧) નવો સર્વે નમ્બર ૩૭૦ આવેલી છે જેઓ ઢુંવા ગામે આવેલ પોતાની જમીનમાં પોતાની પત્ની અને દીકરીઓ સાથે મળી ખેતરમાં આવી મગફળીના છ કટાનું વાવેતર કરતા હતા અને બપોરના સુમારે ચા પાણી કરી ઢાળીયામાં હતા તે દરમિયાન ઢૂંવા ગામના વરસગજી કાલુજી ઠાકોર ,વિપુલજી રમેશજી ઠાકોર ,સરદારજી જવાનજી ઠાકોર ,કીર્તિજી વરસગજી ઠાકોર ,પ્રકાસજી વરસગજી ઠાકોર ,દસરથજી વરસગજી ઠાકોર ,પરવીણજી સરદારજી ઠાકોર,નિકેશજી સરદારજી ઠાકોર ,કમળાબેન જવાનજી ઠાકોર ,રમીલાબેન વરસગજી ઠાકોર ,અને લીલાબેન સરદારજીએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી-ધોકા લઈ ટ્રેકટર સાથે ખેતરમાં પ્રવેશ કર્યો હતો અને પોપટભાઈના વાવેતર કરેલ મગફળીના ખેતરમાં ટ્રેકટર ફેરવવા લાગેલ જોકે તે દરમિયાન પોપટભાઈ ના પત્નીએ રોકવા જતા આ તમામ લોકોએ કહેલ કે આ જમીન અમારી છે અહીં કેમ ખેતી કરો છો તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ અને કેમ.અહીંયા આવ્યો છો તેમ કહી પોપટભાઈના પત્ની તેમની દીકરીઓને ધોકા વડે હુમલો કર્યો હતો અને હુમલા ને પગલે  બુમાબુમ કરતા બાજુમાં રહેતા પોપટભાઈ ના પિતા નાગજીભાઈ ત્યાં દોડી આવેલા અને પોપટભાઈ અને તેમની દીકરીઓને માર માંથી છોડાવ્યા હતા...જોકે જતા જતા આ તમામ લોકોએ પોપટભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડીસા તાલુકા પોલીસ મથકે વરસગજી કાલુજી ઠાકોર ,વિપુલજી રમેશજી ઠાકોર ,સરદારજી જવાનજી ઠાકોર ,કીર્તિજી વરસગજી ઠાકોર ,પ્રકાસજી વરસગજી ઠાકોર ,દસરથજી વરસગજી ઠાકોર ,પરવીણજી સરદારજી ઠાકોર,નિકેશજી સરદારજી ઠાકોર ,કમળાબેન જવાનજી ઠાકોર ,રમીલાબેન વરસગજી ઠાકોર ,અને લીલાબેન સરદારજી વિરુદ્ધ ફરિયાદ નોંધવાત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News