ડીસાના છોટાપુરા ગવાડી ની મહિલા ને સાસરિયા દ્વારા દહેજ માંગી ત્રાસ ગુજારતા ફરીયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-15 12:06:34
  • Views : 265
  • Modified Date : 2022-07-15 12:06:34

 

- પરણિતાએ પતિ સહિત ચાર સામે ડીસા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી

 

ડીસા શહેરના છોટાપૂરા ગવાડી વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરણિતા ને તેના પતિ સહિત સાસરીયા દ્વારા દહેજ ની માગણી કરી વારંવાર ત્રાસ ગુજારતા હતાં. જો કે, પરણિતાને પતિ દ્વારા છરી વડે હુમલો કરતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ માટે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસા શહેરના છોટાપુરા ગવાડી વિસ્તારમાં રહેતા શહેનાઝબાનુ ના લગ્ન બડાપુરા ગવાડી વિસ્તારમાં રહેતાં વસીમઅહેમદ ઈદ્રીશભાઈ કુરેશી ના લગ્ન મુસ્લિમ સમાજના રીત રીવાજ મુજબ ચાર વર્ષ અગાઉ થયા હતા. લગ્ન ના થોડા સમય સુધી સારી રીતે રાખ્યા બાદ પતિ સહિત સાસરીયા દ્વારા દહેજ ની માગણી કરી વારવાર શારીરીક તેમજ માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતાં હતાં ત્યારે શહેનાઝબાનુ ડીસાના છોટાપુરા મિનારા મસ્જીદ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન વસીમઅહેમદ કુરેશી એ મારૂ બાળક મને આપી દે કહી છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આથી આસપાસના લોકો દોડી આવતા બન્ને જણા ફરાર થઈ ગયા હતાં. આ અંગે શહેનાઝબાનુ એ ડીસા શહેર પોલીસ મથકે ઈદ્રીશભાઈ કરીમબક્ષ કુરેશી, ફીરોજાબેન ઈદ્રીશભાઈ કુરેશી, આરીફભાઈ હનીફભાઈ કુરેશી અને વસીમઅહેમદ ઈદ્રીશભાઈ કુરેશી (રહે, ગવાડી, ડીસા) સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ પરમાર ચલાવી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News