ભાવનગરમાં માધવ દર્શનની ઓફીસ અને દુકાનોનો દસ્તાવેજો ખોટી સહી અને સિક્કા કરી બનાવ્યાની ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-18 18:17:21
  • Views : 210
  • Modified Date : 2024-11-18 18:17:21

ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા માધવ કોમ્પલેક્સની દુકાનમાં 350 જેટલી ઓફિસ અને દુકાનો આવેલી છે અને માધવ દર્શન (નોન ટ્રેડિંગ કોર્પોરેશન)માં મિલકત ધરાવતા તમામ ધારકોને શેર આપવામાં આવેલા છે. આ કોમ્પલેક્સમાં મિલ્કત ધારવતી કોઇ વ્યક્તિ જો તેની મિલ્કત અન્યને વેંચે તો મિલકત ખરીદનાર વ્યક્તિના નામે પ્રમુખ તેમજ ચૂંટાયેલી બોડી શેર ટ્રાન્સફર કરી છે અને તે માટેની કાયદેસરની પ્રક્રિયાને પુરી કરવાની હોય છે. પરંતુ બોની ટ્રાવેલ્સના નામની (જી.એફ.102) મિલકતના શેર બોગસ સહી-સિક્કા કરીને ટ્રાન્સફર કરવામાં આવતા તેમજ અગાઉના પ્રમુખ સહિતના વ્યક્તિએ 350 મિલ્કત ધારકોના માલિકીના હક્કો પ્રસ્થાપિત કરતા દસ્તાવેજો ગુમ કરી દીધા હતા.આ અંગે દિવ્યવીરસિંહજી ઉર્ફે દિગ્વીજયસિંહજી હીમતસિંહજી જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિમલ હરીભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા થોરડી અજુભા ગોહિલના નામ લખ્યા છે. ફરિયાદીની 5 જુન 2024ના રોજ પ્રમુખ તરીકે વરણી થઇ છે અને તે પહેલા પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા થોરડી હતા. માધવદર્શન નોન ટ્રેડિંગ કોર્પોરેશનમાં આવેલી શોપ નં-જીએફ 102ની માલિકી 1994ની સાલમાં બાંધકામ અને ફાળાની રકમ રકમ વસુલ લઇને બોની ટ્રાવેલ્સના નામે શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટર ઇસ્યુ કરવામાં આવ્યાં હતા.જો કે, આરોપીઓએ સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરપાઇ કરવી ન પડે તેમજ શેર સર્ટિફિકેટ અને એનટીસીના રેકોર્ડમાં ટ્રાન્સફર કરાવવાની ફી ન ભરવી પડે તેવા હેતુ સાથે ગુનાહીત કાવતરુ રચી અનૈતિક રીતે ખોટા અને બનાવટી સહી સિક્કા કરી બનાવટી એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ આરોપી પદુભાઇ થોરડીના પત્ની ગીતાબા ગોહીલના નામે બનાવી જે તે સમયના પ્રમુખ અને મંત્રીની બનાવટી સહી અને સિક્કા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પદુભા એનટીસીના સભ્ય ન હોવા છતાં પ્રમુખ બન્યા.પદુભાએ પ્રમુખ તરીકે કામગીરી કરીને હોદ્દાનો ગેરકાયદેસર રીતે લાભ લઇ એનટીસીનું અગત્યનું રેવન્યુ રેકોર્ડ ગુમ કરી દીધો હતો. માધવદર્શનમાં 350 મિલકતો આવેલી છે અને તમામના માલિકી હક્કો પ્રસ્થાપિત અને પ્રમાણીત કરતુ રેકોર્ડ ગુમ કરી તમામનો હક ડુબાડવામાં આવ્યો હોય આ બનાવ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News