પીકઅપ ગાડી ભાડે ફેરવવા લઇને પડાવી લેતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-26 14:21:41
  • Views : 401
  • Modified Date : 2025-04-26 14:21:41

વડોદરા,પીકઅપ ગાડી  ભાડે ફેરવવા લઇને ભાડૂ નહીં આપી તેમજ ગાડી પરત નહીં કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

માંજલપુર અલવા નાકા સોમનાથ નગરમાં રહેતા નાનુભાઇ નાથાભાઇ ડાંગી કડિયા કામ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં દોઢ વર્ષ પહેલા એક પીકઅપ  વાન લીધી હતી. તેનો ઉપયોગ હું કડિયા કામ તથા સેન્ટિંગનું કામ માટે કરૃં છું. છેલ્લા ૯ મહિનાથી માંજલપુર જ્યુપિટર ચોકડી  પાસે  સુરવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની સાઇટ પર કડિયા કામ કરૃં છું. આ સાઇટ પર અશ્વિનકુમાર પરસોત્તમભાઇ પટેલ (રહે. પંડિત દિનદયાલ, એલ.આઇ.જી., માંજલપુર) આવતા જતા હોઇ અમારી સાથે ઓળખાણ થઇ હતી. તેમણે કહ્યું કે, હું ટ્રાન્સપોર્ટનું કામ કરૃં છું. તમારી પીકઅપ ગાડી મને ભાડે આપો. હું તમને દર મહિને ૨૫ હજાર ભાડુ ચૂકવીશ. ગત નવેમ્બર મહિનામાં ગાડી ભાડે આપ્યાનો કરાર કરી મેં મારી ગાડી તેઓને આપી હતી. એક મહિનાનું ભાડુ મને આપ્યા પછી તેમણે ભાડુ આપવાનું બંધ કરી દેતા મેં ગાડી પરત માંગી હતી. પરંતુ, અશ્વિનકુમારે એવી ધમકી આપી હતી કે, તારી ગાડી પરત નહીં મળે, થાય તે  કરી લે. અકસ્માત કરીને જાનથી મારી નાંખીશ.

Download Our B K News Today App



Related News