ડીસા ના જુનાડીસા ગામે પ્લોટ કેમ આપતી નથી તેમ કહી માર મારતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 11:34:13
  • Views : 651
  • Modified Date : 2022-06-07 11:34:13

 

ડીસા ના જુનાડીસા ખાતે રહેતિ મહિલાને ગામના ચાર ઈસમોએ પ્લોટ પચાવી પાડવા ને ઇરાદે માર મારતા પીડિત મહિલા ડીસા તાલુકા.પોલીસ મથકે ચાર ઈસમો સામે  ફરિયાદ નોંધાવી છે

ફરિયાદ ની વિગતો અનુસાર જુનાડીસા ના નવાપરા રામપીર મંદિર ની બાજુમાં  રહેતા દરિયાબેન સિકન્દરભાઈ સિંધી એકલા રહે છે અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે  જોકે આજે સોમવારે તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન  તેમની નજીક માં રહેતા રાહુલ ફકિર ત્યાં તેમના ઘરે આવેલો  અને દરિયાબેન કહેવા લાગેલ કે ડોશી તારી આગળ પાછળ કોઈ  નથી પ્લોટ મને આપી દે જોકે દરિયાબેન પ્લોટ આપવાની ના પાડતા રાહુલ ફકીર એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને અપશબ્દો બોલી માર મારવા લાગેલ જેથી દરિયાબેન નીચે પડી ગયેલા અને તેમ છતાં પણ રાહુલ ફકીરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ અને તે દરમિયાન નૂરભાઈ ફકીર ,ભીખાભાઇ ફકિર અને પીરાભાઈ ફકીર પણ ત્યાં આવેલા અને તે પણ દરિયાબેન ને અપશબ્દો બોલવા લાગેલ જોકે તમામ ઈસમો પ્લોટ ખાલી કરવવા માટે દરિયાબેન ને અવાર નવાર અપશબ્દો બોલી હેરાન પરેશાન કરતા હોઈ મામલે દરિયાબેને ડીસા તાલુકા  પોલીસ મથકે રાહુલ ફકીર,નૂરભાઈ ફકીર ,ભીખાભાઇ નૂરભાઈ ફકીર અને પીરાભાઈ નુરાભાઈ ફકીર સામે ફરિયાદ નોંધવાતા પોલીસ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News