ડીસાના કણજરા ગામે મહિલા ને માર મારી ઇજા પહોંચાડતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 11:05:37
  • Views : 210
  • Modified Date : 2022-04-12 11:05:37

 

ડીસા તાલુકા ના કણજરા ગામે મહિલા ને ગામના જ પાંચ સક્ષસો એ ગાળો બોલી માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા આ  મામલે પીડિતા એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડીસા ના કણજરા ખાતે રહેતા સોનલબેન લીલાજી ઠાકોર પરિવાર સાથે રહે છે જૉકે  પોતાના પરિવાર  સાથે ઘરે હતા તે દરમિયાન તેમની સામે રહેતા ભેમજીજી મગનજી ઠાકોર હાથ માં લોખન્ડ ની પાઇપ લઈ ત્યાં આવેલ અને સોનલબેન ને જેમ તેમ ગાળો બોલવા લાગેલ જેથી સોનલબેને ગાળો બોલવાની ના પાડતા  ભેમજીજી ઉશ્કેરાઇ ગયેલા અને હાથ માં ની પાઇપ સોનલબેન ને હાથ ઉપર મારી હતી જોકે સોનલબેને બુમો પાડતા તેમનો દીકરો સોહનજી વચ્ચે છોડાવવા પડતા તેને પણ માથા માં મારેલ જોકે હુમલા ના પગલે સોનલબેન અને પરિવાર જનો ગભરાઈ જઇ બુમો પાડતા નજીકમાથી ભેમજીભાઈ નો દીકરો શહિત અન્ય જણ દોડી આવ્યા હતા અને માર મારવા લાગેલ જોકે હુમલા ના પગલે આસપાસના લોકો દોડી આવી રમીલાબેન અને તેમના દીકરા ને માર માંથી છોડાવેલા જોકે જતા જતા આ સક્ષસોએ જાનથી મારી નાંખવાંની ધમકી આપી હતી જેથી આ મામલે  ઇજાગ્રસ્ત રમીલાબેન અને તેમના દીકરી સારવાર અર્થે હિસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અને સારવાર બાદ આ મામલે રમીલાબેને ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે તેમની દરિયાદ આધારે

ભેમજીજી મગ્નજી ઠાકોર ,દિનેસજી મનુજી ઠાકોર ,દિનેસજી ભેમજી ઠાકોર,આશાબેન ભેમજી ઠાકોર અને વિનોદજી વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News