ડીસાના આસેડા ગામમાં કેમ આવો છો તેમ કહી હુમલો કરતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-27 11:12:09
  • Views : 307
  • Modified Date : 2022-03-27 11:12:09

ડીસાના આસેડા ગામમાં કેમ આવો છો તેમ કહી હુમલો કરતા ફરિયાદ

 

 

ડીસા ના આસેડા ગામે છ જેટલા સક્ષસો  એ એક્ સમ્પ થઈ  એક આધેડ ને ગામમાં ના પાડી છે છતાં કેમ આવો છો તેમ કહી હુમલો કરી ઇજાઓ પહોંચાડી માર મારવામાં આવતા આ યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે છ વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી હતિ

 

આ ફરિયાદ ની વિગત અનુસાર ડીસા ના આસેડા ગામે રહેતા ભેમાજી ગલાબજી ઠાકોર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આસેડા ગામની શાળા માં પૌત્ર અને પૌત્રી ને લેવા ગયા હતા અને પરત આવતા હતા તે દરમિયાન સામે ગામનાજ કિરણજી ભાયચદજી ઠાકોર સામે મળેલા અને કહેવા લાગેલ તમે હજુ ગામમાં કેમ આવો છો તેમને અગાઉ લગ્ન માં થયેલા બબાલ ને લઈ અહીં ગામ માં આવવાની ના તો પાડી છે તેમ છતાં કેમ આવો છો તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ જેથી ભેમાજી એ કહેલ કે હું તો છોકરા લેવા આવ્યો હતો અને અપશબ્દો બોલવાની ના પાડતા કિરણજી ઉશ્કેરાઈ ગયેલા ગડદા પાટુ નો માર મારવા લાગેલ જેથી ભેમાજી દોડી ને ઘરે  જતા રહેલા ત્યારબાદ એક ગાડી માં  કિરણજી અને અન્ય પાંચેક જેટલા સક્સ ત્યાં આવેલા અને ભેમાજી અને તેમના દીકરા સદેશજી ધોકા વડે માર મારવા લાગેલ તેમજ અન્ય સક્સ દ્વારા લોખડની પાઈપ વડે પણ હુમલો કરેલો જેથી ભેમાજી અને તેમના દીકરા એ બુમો પાડતા આસપાસ ના લોકો દોડી આવી તેમને માર માંથી છોડાવેલા જૉકે જતા જતા આ સક્ષસોએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલ જેથી આ મામલે ભેમાજી એ ડીસા તાલુકા પોલીસ મથકે (૧)ભાયચંદજી ગેમરાજી ઠાકોર (૨)કિરણજી ભાયચંદજી ઠાકોર (૩)કરમસીજી પાડજીજી ઠાકોર (૪)વિષ્ણુજી નવઘનજી ઠાકોર (૫)ભરતજી નવઘનજી ઠાકોર (૬)મુકેશજી સવદનજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલિસ દ્વારા વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News