ડીસાના કાંટ રોડ પર આવેલ એલ.ડી.પાર્ક ઈકો ગાડીમાંથી સાયલેન્સરનો વચ્ચેનો ભાગ ચોરીથતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-26 11:59:26
  • Views : 262
  • Modified Date : 2022-02-26 11:59:26

ડીસાના કાંટ રોડ પર આવેલ એલ.ડી.પાર્ક ઈકો ગાડીમાંથી સાયલેન્સરનો વચ્ચેનો ભાગ ચોરીથતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ડીસા ના કાંટ રોડપર આવેલ એલ ડી પાર્ક માં ખુલ્લી જગ્યા માં પાર્ક કરેલ ઈકો ગાડી માંથી સાયલેન્સનો વચ્ચેનો ભાગ કોઈ અજાણ્યો સખ્સ ચોરી કરી જતા ઈકો ગાડી ના માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે તસ્કરોનો આતંક વધી ગયો છે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે આ ચોરીની ઘટનામાં વધારો થતાં પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે આવેલ કાંટ રોડ પર બજરંગ નગર ની બાજુમાં આવેલ એલડી પાર્ક ખાતે હાલ રહે છે.જ્યાં તેમની સેન્ટિંગ ની સાઈડ ચાલુ હોવાથી અલ્પેશજી છબાજી ઠાકોર  મુળ રહેવાસી મેસર તા.સરસ્વતી જી. પાટણ વાળા ની પોતાની ઈકો ગાડી નબર GJ -24-AM-5495 ની લઈ ડીસા કાંટ રોડ પર આવેલ એલડી પાર્ક ખાતે સેંટિંગ સાઈડ ચાલુ હોવાથી ત્યાં રહે છે.તેમની ઈકો ગાડી એલડી પાર્ક માં આવેલ ખુલ્લી જગ્યા માં પાર્ક કરેલ જે બાદ અલ્પેશજી ઠાકોર ને પોતાના ઘરે જવાનું હોવાથી પોતાની ઈકો ગાડી જ્યાં પાર્ક કરેલ ત્યાં  જઈ પોતાની ઈકો ગાડી ચાલુ કરતા ઈકો ગાડીમાં ભડ ભડ અવાજ આવતા ઈકો ગાડીમાં સાયલેન્સનો વચ્ચે નો ભાગ કોઈ અજાણ્યો શખ્સ ઈકો ગાડી ના સાયલેન્સ ના વચ્ચે નો ભાગ ચોરી ગયેલ  છે.જે બાદ આજ રોજ અલ્પેશજી છબાજી ઠાકોર ડીસા તાલુકા પોલીસ મથકે ઈકો ગાડીના સાયલેન્સનો વચ્ચે ભાગ જેની કિંમત 25 હજાર ની કોઈ ચોર ચોરી ગયેલ ની ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News