ડીસા ના ધૂળિયાકોર્ટ ખાતે રસ્તે ચાલવા સર્જાઈ મારામારી ડીસા ઉત્તર પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 11:36:20
  • Views : 232
  • Modified Date : 2022-06-16 11:36:20

 

ડીસાના ધુળીયા કોટ વિસ્તારમાં રસ્તે ચાલવા બાબતે એક 13 વર્ષની યુવતીને લોખંડ ની પાઇપ વડે માર મરાતા બે શખ્સો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે..

 

ફરિયાદ અનુસાર જોઈએ તો ડીસાના ધુળીયા કોટ વિસ્તાર ખાતે રહેતા સુનિતાબેન રાજેશભાઈ સલાટ તેમજ તેમને તેના દીયરની દીકરીને ખોળે લીધેલી ૧૩ વર્ષીય ટીનાબેન આ બંને જણા ઘરે ચા બનાવવા માટે દૂધ લેવા જતા હતા તે દરમિયાન બાજુમાં રહેતા મણિલાલ નાગજીભાઈ સલાટ તેમજ તેમની પત્ની જરીના બેન સલાટ આ બંને જણા સુનિતાબેન રાજેશભાઈ સલાટ તેમજ તેમને ખોળે લીધેલી ૧૩ વર્ષીય દીકરી ટીનાબેન ને કહેવા લાગેલ કે તમે કેમ અમારા ઘર આગળથી ચાલો છો તે દરમિયાન સુનિતાબેન સલાટ તેમજ ટીનાબેન કહેવા લાગે કે આ રસ્તો છે અહીંથી ચાલીએ નહીં તો ક્યાંથી ચાલીએ જેથી મણિલાલ સલાટ તેમજ તેમની પત્ની એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને મા બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગ્યો જવાબ ગાળો બોલવાની ના કહેતાં મણિલાલ સલાટ પોતાના ઘરમાં જઈ લોખંડની પાઇપ લઇ આવેલ અને સુનીતાબેન સલાટ ના ખોળે લીધેલ ૧૩ વર્ષીય દીકરી ટીના બેન ના હાથ ઉપર માર મારેલ કે બાદ બૂમાબૂમ કરતાં આજુબાજુમાંથી માણસો દોડી આવેલ અને આ બે જણા ને સમજાવતા મણીલાલ સલાટ તેમજ તેમની પત્ની જરીનાબેન જતાં જતાં કહેતા કે આજે તો તમે બચી ગયા છો પરંતુ લાગશે તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહે જે બાદ સુનિતાબેન સલાટ તાત્કાલિક તેમને પોતાના દિયર ની દીકરી ને ખોળે લીધેલ ૧૩ વર્ષીય ટીના બેન ને હાથમા દુખાવો થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સુનીતાબેન રાજેશભાઈ સલાટે ડીસા ઉત્તર પોલીસ મથકે મણીલાલ નાગજીભાઈ સલાટ તેમજ તેમની પત્ની જરીના બેન મણિલાલ સલાટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Download Our B K News Today App



Related News