પાલનપુરના સલ્લા પંથકની બે સંતાનોની માતા પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર : ગઢ પોલીસ મથકે નરાધમ સામે નોંધી ફરીયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-28 13:48:38
  • Views : 10956
  • Modified Date : 2021-05-28 13:48:38

      ગઢ પોલીસ મથકના સુત્રોના જણાવ્યા અનુસાર ગઢ પોલીસમથક વિસ્તારના સલ્લા પંથકમાં એક બે સંતાનોની માતા ખેતરમાં પાણી વાળવા ગયેલ તે વખતે સલ્લા ગામનો જસવંતજી ઉર્ફે ટીકો પ્રવિણજી ઠાકોર પરણિતાનો એકલતાનો લાભ લઈ કહેલ કે તુ મને તારી સાથે ફોટા પાડવા દે નહીતો તને જાનથી મારી નાખીશ તેમ કહી પરણિતાના ફોટા પાડી વાયરલ કરવાની ધમકીઓ આપી પરણિતાની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ ત્યારબાદ અવારનવાર ફોટા વાયરલ કરી પરણિતાના પતિની ગેરહાજરીમાં બળજબરી પુર્વક દુષ્કર્મ આચરતો હતો ત્યારે પરણિતાએ તેના પતિને જાણ કરી હતી છતાંય નરાધમ હેરાન કરતો હતો પરંતુ સમાજમાં બદનામી ના ડરથી પરણિતાએ કોઈને વાત કરેલ નહોતી પરંતુ એક દિવસે નરાધમ દ્રારા પરણિતા પોતાના ખેતરમાં જઈ રહી હતી તે દરમિયાન શરીર સંબંધ બાંધવાની વાત કરતા પરણિતાએ ના પાડતા જસવંતજી એકદમ ઉશ્કેરાઈ જઈ પરણિતાને લાત મારી નીચે પાડી દઈ પ્લાસ્ટીકની પાઈપ વડે માર મારતાં અને દાતરડુ પડાવી લઈ કાન પર મારતાં લોહી નિકળતા પરણિતાએ બુમાબુમ કરતા તેણીનો પતિ આવી જતાં નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો અને પરણિતાએ ગઢ પોલીસ મથકમાં હવસખોર સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી જે અંગેનો ગુનો ગઢ પોલીસે દાખલ કરી  ગઢ પીએસઆઈ એલ.જે.વાળા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Download Our B K News Today App



Related News