દાની ડેટા એપ માં રૂપિયા ૨૦ હજારનું રોકાણ કરાવી 0.75 ટકા ગેરંટી સાથે નફો આપવાનું કહી એપ્લિકેશન બંધ કરીદેતા ફરિયાદ નોંધાઇ છે...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-09 11:18:00
  • Views : 219
  • Modified Date : 2022-06-09 11:18:00


દાની ડેટા એપ માં રોકાણ કર્યા બાદ ડીસાના શખ્સે રૂ.20 હજાર ગુમાવ્યા... 

જિલ્લામાં આ એપથી છેતર્યોનો આંકડો કરોડોમાં હોવાની ચર્ચા...

પાંચ દિવસ નાણાંનું રોકાણ કરવાનું કહી એપ બંધ કરી દીધી...

દાની ડેટા એપ માં રૂપિયા ૨૦ હજારનું રોકાણ કરાવી 0.75 ટકા ગેરંટી સાથે નફો આપવાનું કહી એપ્લિકેશન બંધ કરીદેતા ફરિયાદ નોંધાઇ છે...

ડીસાના કચ્છી કોલોનીમાં રહેતા એક શખ્સે એપ્લિકેશન ની લીંક દ્વારા મોબાઈલ પર ઇન્ટરનેટ બ્રાઉઝરમાં દાની ડેટા ની વેબસાઈટ ડાઉનલોડ કરી હતી જેમાં પ્રાથમિક વિગતો જેવી કે નામ otp નાખ્યા બાદ એપ્લિકેશનમાં ડિપોઝિટ કરી ઓપ્શન આવ્યું હતું જેના પર ક્લિક કરતા એપ્લિકેશન માં પૈસા નાખવાના ઓપ્શન આવ્યા હતા જેમાં એક ઓપ્શન સિલેક્શન કરી એપ્લિકેશનના યુપીઆઈ આઇડી માંથી રૂપિયા ૨૦ હજારની દાનીડેટા એપ્લિકેશન માં નાખ્યા હતા. એપ્લિકેશન ચાલુ કરતી વખતે એક વિડિયો આવ્યો હતો જેમાં ત્રણ ત્રણ ના સ્કોર વાળી મેચ પર પૈસા લગાવવાથી ૦.૭૫ ટકા નફો સાથે 101 ટકા ગેરંટી સાથે પૈસા પરત મળશે તેવું જણાવ્યું હતું તારીખ 26 મે થી તારીખ ૩૧ મે સુધી એપ માં રોકાણ કર્યું હતું જેમાં અન્ય લોકોએ પણ રોકાણ કર્યું હતું રૂપિયા ૨૦ હજારના રોકાણ બદલે 31 મેએ રૂ.23,876 પરત આપવાની લાલચ આપી હતી ત્યાર બાદ એપ્લિકેશન બંધ કરી play store પરથી હટાવી દેવાયા હતા આ અંગે ફૂલચંદભાઈ દશરથ ભાઈ સોલંકી રહે.ડીસા વાળા એ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે બનાસકાંઠા માં લોકોના કરોડો રૂપિયા આ એપ્લિકેશનમાં ફસાયા છે જો આ રીતે તમામ ફરિયાદી રજૂઆત કરવા આગળ આવશે તો આકડો મોટો થાય તેમ છે..

Download Our B K News Today App



Related News