ડીસામાં થી સગીર વયની દીકરીને ભગાડી જનાર સામે નોંધાવી ફરિયાદ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 09:54:44
  • Views : 4767
  • Modified Date : 2022-04-18 09:54:44


ડીસાના માલગઢ ગામ ખાતે એક સગીરાને અજાણ્યો શખ્સ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જતા યુવતીના પરિવારે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે..

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓને લગ્ન ની લાલચ આપી ભગાડી જવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના  માલગઢ ખાતે ૧૬ વર્ષીય સગીરાને અજાણ્યા શખ્સ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જતા પરિવારમાં ચિંતા ફેલાઇ છે પતિવારે તેમની દીકરી શોધખોળ કરતા તેમની દીકરી મળી ન આવતા  પરિવારે ૧૬ વર્ષીય સગીરાને ભગાડી જનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.એક તરફ સરકાર દીકરીઓને બચાવવા માટે મહિલા સુરક્ષાના કાયદાઓ બનાવી રહી છે.ત્યારે પણ જાણે ડીસા તાલુકામાં દીકરીઓ માટેના બનાવેલા કાયદાઓ લાગુ ન પડતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સરકાર દ્વારા હજુ પણ આવી ઘટનાને અજામ આપતા લોકો સામે કડક કાર્યવાહી ના કાયદા બનાવવામાં આવે તો વારંવાર બનતી આવી ઘટનાઓ અટકી શકે તેમ છે

Download Our B K News Today App



Related News