ડીસામાં એક યુવકને સાક્ષીમાંથી ફરિજા નહિતર જાનથી મારી નાખવાની ધમકી આપાતા નોંધાઇ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-28 11:51:29
  • Views : 404
  • Modified Date : 2022-03-28 11:51:29

ડીસામાં એક યુવકને સાક્ષીમાંથી ફરિજા નહિતર જાનથી મારી નાખવાની ધમકી આપાતા નોંધાઇ ફરિયાદ

 

ડીસા દક્ષિણ પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ...

 

 

ડીસા શહેરમાં એક યુવકને અગાઉના ગુનામાં સાક્ષી હોવાથી ત્રણ શખ્સોએ અગાઉના ગુનામાં સાક્ષી તરીકે રહેલા યુવકને સાક્ષી માંથી ફરી જવા અને જો સાક્ષી આપી તો જાનથી મારી નાખવાની ધમકી અપાતા ડીસા દક્ષિણ પોલીસ મથકે યુવકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે...

 

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે આવેલ આકાશ વિલા સોસાયટી ખાતે રહેતા લાલસીંગભાઈ દલસુંગભાઈ ચૌધરી  લેબર કોન્ટ્રાક્ટર નો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.જેઓ પોતાની સોસાયટીમાં ઉભા હતા તે દરમિયાન જીગ્નેશભાઈ પીરાભાઈ દેસાઇ તેમજ આકાશભાઈ રમેશભાઈ વણિક તેમજ ધવલકુમાર પ્રકાશગીરી ગોસ્વામી નાઓ  રીક્ષા નંબર GJ-08-VS-5641 લઈ આવેલ અને આકાશ વિલા સોસાયટી ઉભેલા લાલસીંગભાઈ દલસુંગભાઈ ચૌધરી ને રીક્ષા માં આવેલ જીગ્નેશભાઈ પીરાભાઈ દેસાઇ તેમજ આકાશભાઈ રમેશભાઈ વણિક તેમજ ધવલકુમાર પ્રકાશગીરી ગોસ્વામી   કહેવા લાગેલ કે અગાઉ સ્નેહાબેન રાકેશભાઇ ત્રિવેદી દ્વારા અમારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેમાં લાલસીંગભાઈ દલસુંગભાઈ ચૌધરી સાક્ષીમાં હતા.ત્યારે આ ત્રણેય જણાએ લાલસિંગભાઈને કહેલ કે   સાક્ષીમાં આપતો નહિ નહિતર રહેવું ભારે પડી જસે અને જો સાક્ષી આપી તો   તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા લાલસીંગભાઈ દલસુંગભાઈ ચૌધરી  એ ડીસા    દક્ષિણ પોલીસ મથકે જીગ્નેશભાઈ પીરાભાઈ દેસાઇ તેમજ આકાશભાઈ રમેશભાઈ વણિક તેમજ ધવલકુમાર પ્રકાશગીરી ગોસ્વામી ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News