ડીસામાં કોપીરાઈટ એક્ટ હેઠળ બે સામે ફરિયાદ : બિનઅધિકૃત રીતે કમ્પનીના ગીતોનું થતું હતું વેચાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-04 11:36:04
  • Views : 382
  • Modified Date : 2022-04-04 11:36:04

ડીસા માં નવા બસ સ્ટેન્ડ વિસ્તાર માં આવેલી મ્યુઝીક ની બે દુકાનદારો રજીસ્ટર ઓડિયો કમ્પની ના ગીતો  બિનઅધિકૃત વાપરતા હોઈ આ બાબતે કમ્પની ના અધિકારીએ આ મામલે બે દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરિયાદ નોંધાવી છે

આ ફરિયાદ ની વિગત અનુસાર સુપર મ્યુઝીક એન્ટરપ્રાઇજ ના ઇન્વેસ્ટિગેશન ઓફિસર સોકતભાઈ મુસલા ને માહિતી મળેલ કે ડીસા માં આદિત્ય કોમ્પ્લેક્સ નવીન બસ સ્ટેન્ડ વિસ્તાર માં કેટલાક દુકાનદારો બિન અધિકૃત  કમ્પની ના ગીતો ની કોપી કરી વેચાણ કરી રહ્યા હોઇ આ બાબતે ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં નવીન બસ્ટેન્ડ માં આવેલી દુકાન નમ્બર ૩૪ ઘનશ્યામ મોબાઈલ માં લાયસનશ વગર કમ્પનીના ગીતો ની કોપી કરી વેચાણ કરતા મળી આવ્યા હતા જે મામલે સુપર મ્યુઝિક કમ્પની ઇન્વેસ્ટિગેશન ઓફિસરે  આ મામલે   ઉત્તર પોલીસ પણ મદદ માંગી હતી અને રાધેશ્યામ મોબાઇલ ના માલીક પ્રકાશ શંકરલાલ માળી રહે.માળી વાસ પાટણ હાઇવે ડીસાવાળા તેમજ આદિત્ય કોમ્પ્લેક્સ ની  દુકાન નમ્બર  ૨૫ ,બ્રહ્માણી  મોબાઈલ નામની દુકાન માં પણ કોપી રાઈટ કરતા જણાઈ આવ્યા હતા જેથી દુકાન માલીક હિતેન્દ્રભાઈ નેમભાઈ પઢીયાર રહે.માલગઢ આમ બન્ને દુકાનદારો વિરુદ્ધ સુપર મ્યુઝિક કમ્પની ના ઇન્વેસ્ટિગેશન મેનેજર સોકતભાઈ મુસલા એ ઉત્તર પોલીસ મથક ખાતે  ફરિયાદ નોંધવાત પોલિસે આ બન્ને દુકાનદારો ના કોમ્યુટર અને લેપટોપ કબજે લઈ પ્રકાશભાઈ શકરલાલ માળી તેમજ હિતેન્દ્રભાઈ નેમભાઈ પઢીયાર વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News